BREAKING NEWS

ગુજરાતમાં એક્ટિવ ઇન્વેસ્ટર્સની સંખ્યા આઠ ગણી વધી: ટર્નઓવર છ ગણું વધ્યું: એનએસઈ રિપોર્ટ

  • April 21, 2026 09:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં વ્યક્તિગત રોકાણકારોના ઇક્વિટી ટર્નઓવરમાં છેલ્લા દાયકામાં લગભગ છ ગણો વધારો નોંધાયો છે, જ્યારે એક્ટીવ ઇક્વિટી ઇન્વેસ્ટર્સની સંખ્યા આઠ ગણી વધી છે. આ માહિતી નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા પ્રકાશિત રિપોર્ટમાં આપવામાં આવી છે, જેમાં રિટેલ રોકાણકારોની ભાગીદારીનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
જિલ્લાવાર માહિતી મુજબ, સુરત દેશભરમાં એક્ટીવ ઇન્વેસ્ટર્સની સંખ્યામાં વૃદ્ધિ અને તેમના ટર્નઓવરમાં પ્રમ સને રહ્યું છે. જ્યારે અમદાવાદ એક્ટીવ ઇક્વિટી ઇન્વેસ્ટર્સની સંખ્યામાં બીજા અને ટર્નઓવરમાં ત્રીજા સને રહ્યું છે.
એનએસઈના આંકડા અનુસાર, એફવાય૧૬ના અંતે ગુજરાતમાં ૬.૧ લાખ એક્ટીવ ઇક્વિટી ઇન્વેસ્ટર્સ હતા, જે એફવાય-૨૬ના અંતે વધીને ૪૬.૧ લાખ યા છે. અહીં એક્ટીવ ઇન્વેસ્ટર્સનો ર્અ એવો વ્યક્તિ છે, જેણે વર્ષ દરમિયાન ઓછામાં ઓછું એક વખત ટ્રેડિંગ કર્યું હોય.
રાજ્યમાં વ્યક્તિગત રોકાણકારોના ઇક્વિટી ટર્નઓવરમાં પણ નોંધપાત્ર વધારો યો છે. એફવાય-૧૬માં આ આંકડો રૂ. ૩.૫ લાખ કરોડ હતો, જે એફવાય-૨૬માં વધીને રૂ. ૧૮.૫ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. આ વૃદ્ધિ રાજ્યમાં રિટેલ ટ્રેડિંગ પ્રવૃત્તિમાં મોટા પાયે વધારાને દર્શાવે છે.
જિલ્લાવાર દૃષ્ટિએ, અમદાવાદ દેશના મોટા રિટેલ ટ્રેડિંગ કેન્દ્રોમાંી એક તરીકે ઊભર્યું છે. તે ટર્નઓવરના મામલે દેશના ટોચના ૧૦ જિલ્લાઓમાં ત્રીજા સને રહ્યું છે, જ્યારે મુંબઈ અને બેન્ગ્લુરું પ્રમ બે સનો પર રહ્યા છે.
અમદાવાદમાં એફવાય-૨૬ દરમિયાન રૂ. ૬.૧ લાખ કરોડનો ટર્નઓવર નોંધાયો હતો, જે એફવાય-૧૬માં રૂ. ૧.૩ લાખ કરોડ હતો. બીજી તરફ, સુરતે છેલ્લા દાયકામાં સૌી ઝડપી વૃદ્ધિ નોંધાવી છે. એફવાય-૨૬માં સુરતનો ઇક્વિટી ટર્નઓવર રૂ. ૩.૩ લાખ કરોડી વધુ હતું અને તેનો વાર્ષિક સંયુક્ત વૃદ્ધિ દર ૨૩.૫ ટકા રહ્યો, જે ટોચના જિલ્લાઓમાં સૌી વધુ છે.
રિપોર્ટ મુજબ, સુરતમાં સક્રિય રોકાણકારોની સંખ્યામાં ૧૧ 
ગણો વધારો યો છે અને એફવાય-૨૬માં તે ૭.૬ લાખ સુધી 
પહોંચી છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ વૃદ્ધિ ઘરેલું બચતના માળખામાં ફેરફાર અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા શેરબજારમાં સરળ પ્રવેશને દર્શાવે છે.
આંકડાઓ દર્શાવે છે કે ગુજરાત હવે ભારતના રિટેલ ઇક્વિટી બજારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે, જ્યાં રોકાણકારોની સંખ્યા અને ટ્રેડિંગ વોલ્યુમ બંનેમાં તેજીી વધારો ઈ રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News