BREAKING NEWS

હવે પેન્શરને હયાતીની ખરાઈ માટે બેંક સુધી જવાની જરૂર નથી

  • April 30, 2026 10:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ગુજરાત સરકારના નાણા વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક વચ્ચે થયેલા મહત્વપૂર્ણ સમજૂતી કરાર મુજબ, હવે રાજકોટ જિલ ાના પેન્શનરોએ પોતાની હયાતીની ખરાઈ કરાવવા માટે બેંક સુધી જવાની જરૂર રહેશે નહીં. સરકાર પેન્શનરને દ્વાર અભિગમ હેઠળ પેન્શનરોને પરેબેઠા નિ:શુલ્ક ડિજિટલ જીવન પ્રમાણપત્ર આપવાની સુવિધા શરૂ કરવામાં આવી છે.આ સુવિધા હેઠળ નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા વિકસિત જીવન પ્રમાણ એપ્લિકેશનના માધ્યમથી પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકી પેન્શનરોના ઘરે રૂબરૂ મુલાકાત લેશે. આગામી તા.૨-૫-૨૦૨૬થી તા.૩૧-૭-૨૦૨૬ સુધી આ કામગીરી કરવામાં આવશે. આ પ્રક્રિયા માટે પેન્શનરે પોતાનો આધાર નંબર, મોબાઈલ નંબર અને પેન્શન પેમેન્ટ ઓર્ડર (પીપીઓ) નંબર જેવી પ્રાથમિક વિગતો આપવાની રહેશે. ડિજિટલ બાયોમેટ્રિક પ્રમાણિત પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પેન્શનરના મોબાઈલ નંબર પર એસ.એમ.એસ. દ્વારા એક પ્રમાણ આઈડી મોકલવામાં આવશે, જેના આધારે તેઓ જીવન પ્રમાણની વેબસાઈટ https://jeevanpramaan.gov.in/ppouser/login ઉપરથી પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશે. આ પ્રક્રિયાથી ડિજિટલ નકલ ગણતરીની મિનિટોમાં જ પેન્શન ઓફિસ સુધી પણ પહોંચી જશે.રાજકોટના અંઘજે ૩૦ હજારથી વધુ પે-ન્શનરોને આ નવી વ્યવસ્થાનો સીધો લાભ મળશે, તેમ પેન્શન ચુકવણા અધિકારી પી.એમ. જાડેજાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application