રાજકોટ શહેરમાં બે માસ જેવા સમયથી ડ્રગની હેરાફેરી કરતા અને અમદાવાદથી કારમાં મેફેડ્રોન ડ્રગ લઈને આવતા બે કુખ્યાત શખસોને રાજકોટ એસઓજીની ટીમે પકડી પાડયા છે. ડ્રગ્સ અમદાવાદમાં કયાંથી લાવ્યા રાજકોટમાં કયાં કોને સપ્લાય કરતા હતા ? તે સહિતના મુદ્દે બન્નેના રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
રાજકોટના જામનગર રોડ પર જીનેશ્ર્વર એપાર્ટમેન્ટ ફલેટ નં.૪૦૧માં રહેતો જીતુદાન બાણીદાન જેસાણી ઉ.વ.૨૬ થા નાનામવા રોડના નહેરૂનગર–૨માં રહેતો રાજવીર અશોકસિંહ ડોડીયા ઉ.વ.૨૬ નામના શખસો એમડી ડ્રગની હેરાફેરી કરતા હોવાની એસઓજીના હેડ કોન્સ્ટેબલ દિગ્વીજયસિંહ ગોહીલ, હાદિર્કસિંહ પરમારને બાતમી મળી હતી. જેના આધારે પીએસઆઈ એમ.બી.મોજીરાણક તથા ટીમે હાઈવે પર એરપોર્ટ પોલીસ મથકની હદમાં બામણબોર ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી.
ચોકકસ બાતમીવાળી સફેદ નંબર પ્લેટ વગરની સ્વીફટ કાર નીકળતા જ પોલીસે અટકાવી હતી. કારમાં રહેલા બન્ને શખસોની તથા કારની તલાસી લેવાઈ હતી. અંદરથી ૧,૮૩,૪૦૦ની કિંમતનું ૧૮.૩૪ ગ્રામ એમડી ડ્રગ મળી આવ્યું હતું. ફોન, કાર મળી કુલ રૂા.૩,૪૩,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યેા હતો. બેલડીની પીઆઈ ડી.સી.સાકરીયાએ પુછપરછ કરી હતી. પોલીસની પ્રાથમીક તપાસમાં છેલ્લ ા બે માસ જેવા સમયથી અમદાવાદ તરફથી ડ્રગ લઈ આવતા હતા. આરોપીઓ પૈકી જીતુદાન અપહરણ, દારૂ, ખંડણી સહિતના છ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે અને પાસામાં પણ એક વખત જઈ આવ્યો છે. જયારે રાજવીર પણ હત્યા, હત્યાના પ્રયાસના ગુનામાં પોલીસમાં સપડાયેલો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMબંધારણમાં સમાજવાદી-સેક્યુલર જેવા શબ્દો ઉમેરવાના કેસમાં ચુકાદો અનામત; કોર્ટે કરી મહત્વપૂર્ણ ટિપ્પણીઓ
November 22, 2024 05:00 PMવિનોદ તાવડેએ 5 કરોડના આરોપમાં રાહુલ ગાંધી અને ખડગેને 100 કરોડની નોટિસ મોકલી
November 22, 2024 05:00 PMઆસારામે સજા સ્થગિત કરવાની કરી માંગ, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ આપી માંગ્યો જવાબ
November 22, 2024 04:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech