કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજન ઝડપાયો: સાત ગુનામાં ફરાર હતી

  • December 09, 2023 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રમાં દાનું નેટવર્ક ધરાવનાર કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજન જે છેલ્લા બે વર્ષથી સાત ગુનામાં નાસ્તો ફરતો હોય તેને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધો છે. કુખ્યાત બુટલેગર હાલ આણંદમાં છુપાઈને રહેતો હોય અહીં રાજકોટમાં પરિવારને મળવા આવતા પોલીસે ઝડપી લીધો હતો.


જાણવા મળતી વિગતો મુજબ અગાઉ દાના સંખ્યાબધં ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા બે વર્ષથી દાના સાત ગુનામાં નાસ્તો ફરતો કુખ્યાત બુટલેગર હર્ષદ ઉર્ફે મહાજન આણદં છુપાઈને રહેતો હતો. હાલ રાજકોટમાં પરિવારને મળવા આવ્યો હોવાની ક્રાઈમ બ્રાન્ચના એએસઆઈ બલભદ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ઝાલા અને કનકસિંહ સોલંકી તથા સુભાષભાઈ ઘોઘારીને બાતમી મળતા પીઆઈ બી.ટી. ગોહિલને રાહબારીમાં ટીમે અહીં વોચ ગોઠવી આરોપી હર્ષદ ઉર્ફે મહાજન માણેકભાઈ માંડલિયા (ઉ.વ ૪૩ રહે. વૃંદાવન પાર્ક સોસાયટી શેરી નંબર ૧ ભવાની ચોક, દેવપરા)ને તેના ઘર પાસેથી ઝડપી લીધો હતો.


આરોપી હર્ષદ મહાજન રાજકોટના ડીસીબી પોલીસ સ્ટેશન, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન, એરપોર્ટ, તાલુકા પોલીસ સ્ટેશન અને ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અલગ–અલગ દાના સાત ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તો કરતો હતો.


હર્ષદ મહાજન સામે અગાઉ રાજકોટ ઉપરાંત ધ્રોલ,પડધરી, લોધિકા, બામણબોર સહિતના પોલીસ સ્ટેશનમાં દા અંગેના તેમજ ગોંડલ સીટી પોલીસ સ્ટેશન અને રાજકોટના ભકિતનગર પોલીસ મથકમાં હત્યાના પ્રયાસ અંગેના ગુના સહિત કુલ ૧૯ ગુના નોંધાઈ ચૂકયા છે. હર્ષદ મહાજન વર્ષ ૨૦૧૮ અને ૨૦૨૧ માં પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂકયો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે નાસ્તા ફરતા આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application