કુખ્યાત બુટલેગર બેલડીનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો: એકની ધરપકડ

  • May 03, 2024 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના કાલાવાડ રોડ વામ્બે આવાસ યોજના કવાર્ટર બ્લોક નં.૪ કવાર્ટર નં.૧૦૨૧માં એલસીબી ઝોન–૨ની ટીમે દરોડો પાડી વિદેશી દારૂ, બીયરના જથ્થા સાથે એકને ઝડપી લીધો હતો. અન્ય એકની શોધખોળ હાથ ધરાઈ છે. વિદેશી દારૂનો જથ્થો કવાર્ટરમાં પડયો હોવાની જમાદાર હરપાલસિંહ જાડેજા તથા કોન્સ્ટેબલ જેન્તીગરી ગોસ્વામીને બાતમી મળી હતી જે આધારે પીએસઆઈ આર.એચ.ઝાલા તથા સ્ટાફે દરોડો પાડયો હતો. કવાર્ટરમાં છૂપાવેયેલી અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો તથા બીયરના ટીનનો જથ્થો મળી આવ્યો હતો. ૧.૭૧ લાખનો મુદ્દામાલ કબજે લઈને કવાર્ટરમાં રહેતા ઈરફાન અલીમીયા સૈયદ ઉ.વ.૨૩ની ધરપકડ કરી હતી.
પૂછતાછમાં જંકશન પ્લોટ ગાયકવાડી શેરી નં.૩માં રહેતા તોફીક ઉર્ફે તોફલો મહમદ સંઘારનું નામ ખુલ્યું હતું. જેની શોધખોળ હાથ ધરાઈ હતી. આરોપી ઈરફાન સામે દારૂ, મારામારી સહિતના પાંચ ગુના નોંધાઈ ચૂકયા છે. જયારે તૌફીક ઉર્ફે તોફલો પણ મારામારી, દારૂ સહિતના પાંચ ગુનામાં પોલીસ ચોપડે ચઢી ચૂકયો છે. દરોડામાં સાથે સ્ટાફના વિરેન્દ્રસિંહ ઝાલા, મૌલિકભાઈ સાવલિયા, રાહત્પલભાઈ ગોહેલ, અમીનભાઈ ભલુર, જયપાલસિંહસરવૈયા, ધર્મરાજસિંહ ઝાલા જોડાયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application