જેતપુરના ધોરાજી રોડના વોકળા ઉપર બાંધકામ સબબ નગરપાલિકાની નોટિસ
જેતપુરના ધોરાજી રોડના વોકળા ઉપર બાંધકામ સબબ નગરપાલિકાની નોટિસ
June 02, 2026 12:32 PM
જેતપુર શહેરના ધોરાજી રોડ પર નવા બનતા કોમર્શિયલ કોમ્પ્લેક્ષને સીધો મુખ્ય રોડનો લાભ મળે અને તેઓનું કોમ્પલેક્ષ કરોડો રૂપિયાનું બની જાય તે માટે વોકળા પર સ્લેબ ભરી કુદરતી વહેણ અવરોધવાની નગરપાલિકા દ્રારા પેલાં મંજૂરી આપી અને વિરોધ ઉઠતા કોમર્શિયલ કોમ્પલેક્ષના બિલ્ડરોને વોકળા પર દબાણ અંગે નોટીસની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. શહેરના ધોરાજી રોડ પર રેલ્વે ઓવરબ્રિજથી નગરપાલિકા કચેરી સુધી કુદરતી વહેણ પ વોકળો સળગં ચાલ્યો આવે છે. જેમાં રોડ અને સામેના બાજુની જગ્યા વચ્ચે વર્ષેાથી કુદરતી વહેણ પે આ વોકળો આવેલો છે. હવે આ વોકળો રોડ અને વોકળાની સામેની બાજુ પ્લોટ ધરાવતા આસમીઓને નડવા લાગ્યો છે કેમકે જો તેની જમીન રોડ કાંઠે હોય તો પ્રાઈમ લોકેશન ગણાય અને તેની ઉંચી કિંમત આવે પરંતુ વોકળાને કારણે પ્લોટની કિંમત ગણાતી ન હતી. હવે આવા આસમીઓને નગરપાલિકાનો સાથ મળ્યો અને નવા ઓવરબ્રિજથી વોકળા પર સળગં સ્લેબ ભરાવવા લાગ્યા અને હવે તો વોકળો કયાં હતો તે શોધવું પડે તેવું થઈ ગયું છે. નગરપાલિકાના ભાજપના સદસ્ય અમીબેન ગુંદણીયાએ વોકળા પર દબાણ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરને એક લેખિત ફરીયાદ કરી રજુઆત કરી છે કે આજ વોકળા પર આગળ રહેતા કેટલાક મિલકત આસમીઓને નગરપાલિકા દ્રારા દબાણ દૂર કરવાની નોટીસ આપી છે અને બિલ્ડરોને કોમર્શિયલ કોમ્પલેક્ષ બનાવવા વોકળા પર સ્લેબ ભરી દબાણ કરવાની મંજૂરી આપી આવી બેધારી નીતિ ન ચાલે જેથી નવા બનતા બાંધકામને અટકાવી વોકળા પર બનેલ અને નવા બનતા દબાણો દૂર કરવા. આ અંગે નગરપાલિકાના ચીફઓફિસર પાર્થિવ પરમારને પૂછતાં તેઓએ જણાવેલ કે, અમોએ વોકળા પર સ્લેબ ભરવાની મંજૂરી તે મુજબ આપી છે કે સ્લેબ નીચે પાણીનું વહેણ રોકાય નહિ. પરંતુ હવે આ બાબતે અમો જે કોઈને મંજૂરી આપી છે તેઓને નોટીસ આપવાના અને દબાણની તપાસ કરવાના છીએ. આ અંગે સરકારના સીજીડીસીઆર ( કમ્પ્રેન્સીવ જનરલ ડેવલપમેન્ટકન્ટ્રોલ રેગ્યુલેશન ) વ્યાપક સામાન્ય વિકાસ નિયંત્રણ નિયમો મુજબ વોકળા પર કોઈ સ્લેબ ભરી શકતો નથી કે તેને પુરાણ કરી શકતો નથી. જો આ શરતનો ભગં થશે તો પ્લાન મંજૂરી આપોઆપ રદ થશે.સામાન્ય સભામાં દરખાસ્ત વિના મંજૂરી આજકાલના પ્રતિનિધિ હિતેષ સાવલીયાએ જેતપુર નવાગઢ નગરપાલિકાનાં પ્રમુખ મેનાબેન રાજેશભાઈ ઉસદડીયાને ફોન કરીને પુછેલ કે સ્લેબ વોકળા ઉપર ભરેલ છે એની મંજુરી છે કે નહીં? તો પ્રમુખ મેનાબેન ઉસદડીયાએ તેમનાં પતિ રાજેશભાઈ ઉસદડીયાને ફોન આપી દીધેલ તો રાજેશભાઈને પ્રતિનિધિ એ પૂછેલ કે ધોરાજી રોડ પર વોકળા પર સ્લેબ ભર્યેા છે એની જનરલ બોર્ડમાં મંજૂરી લીધેલ છે? લાંબી વાતચીતમાં ચીફ ઓફીસર એ પ્રમુખના આધારે મંજૂરી આપી દીધી. એવુ પ્રમુખના પતિ રાજેશભાઈ ઉસદડીયા એ જણાવ્યું. આજકાલ એ તપાસ કરેલ એમાં એમને જાણવા મળેલ કે નગરપાલિકાના હેર્ડ કલાર્કે વોટસઅપ મારફતે એવું લેખિતમાં આપ્યું કે આવી કોઈ દરખાસ્ત સામાન્ય સભામાં રજૂ થયેલ નથી