આધાર કાર્ડ ન હોવાથી કોઈ પણ નાગરિકને તેના અધિકારોથી વંચિત ન રાખી શકાય: તેલંણાના હાઇકોર્ટ

  • September 05, 2023 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તેલંગાણા હાઈકોર્ટે કહ્યું કે આધાર કાર્ડના અભાવે કોઈપણ નાગરિકને તેના કાયદાકીય અધિકારોથી વંચિત ન રાખી શકાય. જસ્ટિસ સુરપલ્લી નંદાએ અમીના બેગમની અરજી પર આપેલા આદેશમાં આ ટિપ્પણી કરી હતી. પિટિશનમાં મહેસૂલ સત્તાવાળાઓને તેમની તરફેણમાં પટ્ટા પાસબુક કમ–ટાઈટલ ડીડ જારી કરવા માટે નિર્દેશની માંગ કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું, અરજદારે માંગેલી રાહતને નકારી શકાય નહીં. બની શકે કે તેની પાસે આધાર કાર્ડ ન હોય. અરજદાર દાવો કર્યેા કે તેની પાસે વિકરાબાદમાં છ એકર જમીન છે. તેણે તેને ૨૦૦૩માં ગિટ અને સેલ્સ ડીડ દ્રારા હસ્તગત કરી હતી. તે ટ્રાન્સફર રજિસ્ટ્રીમાં નોંધાયેલું હતું. બાદમાં તેની તરફેણમાં લીઝ પાસબુક જારી કરવામાં આવી હતી. રાય સરકારે જમીન અને જમીનના રેકોર્ડને 'શુદ્ધિ' કરવાના ઉદ્દેશ્ય સાથે ૨૦૧૮માં સર્વે માટે લેન્ડ રેકોર્ડ અપડેટિંગ પ્રોગ્રામ શ કર્યેા હતો. યોજના હેઠળ અરજદારની જમીન અને જમીનના રેકોર્ડની પણ સર્વે કરવામાં આવી હતી.અરજદારને કહેવામાં આવ્યું હતું કે આધાર પૂરો પાડવા સક્ષમ ન હોવાને કારણે તેની અરજી અટકાવી દેવામાં આવી છે. તેને એનઆરઆઈ મોડુલ દ્રારા ધરાની પોર્ટલ પર પટ્ટા પાસબુક માટે અરજી કરવાનું કહેવામાં આવ્યું હતું.અરજદારે દલીલ કરી હતી કે વેબસાઈટમાં ટેકિનકલ ખામીને કારણે અને તે ડાયાબિટીક ન્યુરોપથીથી પીડિત હોવાથી તે આમ નથી કરી શકી.સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને, હાઇકોર્ટે વિકરાબાદ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રને આધારનો આગ્રહ રાખ્યા વિના અરજદારને બે અઠવાડિયાની અંદર પાસબુક કમ ટાઇટલ ડીડ જારી કરવાનો નિર્દેશ આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application