નિમરત કૌરને 'ખાસ'સાથી મળી ગયો
અભિષેક સાથે ડેટિંગની અફવાઓ વચ્ચે નિમરતએ આપી મિત્ર પાળતુ બિલાડીની એક ઝલક
અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય પોતાના સંબંધને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. આ કપલના છૂટાછેડાની અફવાઓ ઘણા સમયથી થઈ રહી છે. આ વચ્ચે અભિષેકનું નિમરત કૌર સાથેનું જોડાણ થવાની અફવાઓ પણ સામે આવી રહી છે. જોકે હાલમાં એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર પોતાના નવા સાથીનો ફોટો શેર કર્યો છે.
અભિષેક સાથે ડેટિંગની અફવાઓ વચ્ચે બોલીવુડ એક્ટ્રેસ નિમરત કૌરને નવો સાથી મળી ગયો છે. જે નિમરત સાથે ચા પીવાનો આનંદ માણી રહ્યો છે. એક્ટ્રેસ નિમરતે પોતે તેને ફોટો શેર કરીને તેની ઝલક બતાવી હતી.
એક્ટિંગની દુનિયામાં નિમરત કૌરે ફિલ્મોમાં ઘણા દમદાર રોલ કર્યા છે. 42 વર્ષની નિમરત કૌરે વર્ષ 2005માં પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ ‘ચા’થી કરી હતી. પરંતુ તેને લોકો વચ્ચે ઓળખ ઇરફાન ખાન સાથેની ફિલ્મ ‘લંચબોક્સ’થી મળી હતી. નિમરતે બહુ સિલેક્ટિવ ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તેની દરેક ફિલ્મના કિરદારને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે. ‘એરલિફ્ટ’, ‘દસવી’ અને ‘સજની શિંદે કા વાયરલ વીડિયો’ જેવી સફળ ફિલ્મોમાં દમદાર એક્ટિંગ સાથે જોવા મળી હતી.
હાલમાં નિમરત કૌરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો હતો. નિમરત ફોટો શેરિંગ એપ પર તે રેગ્યુલર પોસ્ટ કરતી હોય છે. આ પહેલા પણ તેણે ફૂલના ખેતરમાં પોઝ આપતા ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યા હતા. આ પોસ્ટમાં તેણે લખ્યું હતું કે ‘ખિલખિલાતે ખેતોમાં ખેલતી હૂઈ ખાતૂન. ક્યા પાંચ લગાતાર બોલ સકતે હો મેરે યાર!’ આટલું જ નહીં એક્ટ્રેસે પોતાની પાળતુ બિલાડીનો એક ફોટો શેર કર્યો હતો. જે તેની ખાસ સાથી છે. ફોટોમાં એક્ટ્રેસે લખ્યું હતું કે ‘અપને ચાય કે સાથી કે સાથ ઘર વાપસી’.
વાયરલ થઈ રહેલ આ ફોટોમાં નિમરત તેની પાળતુ બિલાડી સાથે સોફા પર બેઠેલી જોવા મળે છે. થોડા સમય પહેલા એક્ટ્રેસે એક પોસ્ટને કારણે ચર્ચાનો વિષય બની ગઈ હતી. તે પોસ્ટમાં તેણે પોતાની ગાઢ મિત્રતા વિશે વાત કરી હતી જેમાં કહ્યું કે લોકો ઈર્ષા કરે છે. તેણે એક સુંદર રીલ પણ શેર કરી હતી. જેમાં તે ફર્શ પર બેઠેલી છે અને આ રીલના ડાયલોગ કંઈક આવા હતા- ‘ફ્રેન્ડશિપ ઈતની પક્કી હોની ચાહિયે કી લોગ દેખતે હી જલ જાયે’.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાવનગરમાં ચોથા દિવસે આઇટી વિભાગનું સર્ચ: ઉધોગપતિના બંગલામાંથી સિક્રેટ રૂમ મળ્યો
February 21, 2025 03:27 PMમોરબી રોડ પર જાહેરમાં યુવાનને છરીના ઘા ઝીંકયા: વીડિયો વાયરલ
February 21, 2025 03:26 PMક્રિકેટ સટ્ટાનું મોટું નેટવર્ક ઝડપાયું: રાકેશ રાજદેવ,મીતના નામ ખુલ્યા
February 21, 2025 03:25 PMકોસ્મોપ્લેકસની નજીક બસમાં ધડાકાભેર બુલેટ અથડાઈ: બે ભાઈઓને ગંભીર ઇજા
February 21, 2025 03:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech