76 વર્ષના દાદાની પોતાની જ ચાર વર્ષની પૌત્રી પર દાનત બગડી, બાળકી સાથે શારીરિક અડપલા કર્યા, બાળકીની માતાને પણ ગાળો આપી માર માર્યો

  • May 30, 2025 01:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘોર કળિયુગ ચાલી રહ્યો હોય તેવી એક શરમજનક ઘટના સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરામાં સામે આવ્યો છે. 76 વર્ષના દાદાએ પોતાની 4 વર્ષની પૌત્રી સાથે શારીરિક અડપલા કરતા પરિવાર પણ ચોંકી ઉઠ્યો છે. આ અંગે બાળકીને અડપલા કરનાર સસરા સામે મહિલાએ ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ વડોદરાના આરવી દેસાઈ રોડ ખાતે રહેતી મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, 29 મેના રોજ 76 વર્ષીય સસરા મહેન્દ્ર વરસડાએ મને અપશબ્દો કહી માર માર્યો હતો. ત્યારબાદ મારી ચાર વર્ષની દીકરી સાથે શારીરિક અડપલા કર્યા હતા. આ ફરિયાદના આધારે નવાપુરા પોલીસે આરોપીની બીએનએસ 75, 296 તથા પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ હેઠળ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application