સૌથી વધુ અસર ટ્રાવેલ અને સ્ટડીઝ સાથે જોડાયેલા રેમિટન્સ પર પડી છે. હરવા-ફરવા માટે મોકલવામાં આવેલી રકમ ફેબ્રુઆરીમાં 33.77 ટકા ઘટીને 1,090.61 મિલિયન ડોલર રહી ગઈ, જે જાન્યુઆરીમાં 1,646.74 મિલિયન ડોલર હતી.
ભારતના લોકો જે દર વર્ષે કરોડો રૂપિયા વિદેશમાં ભણવા, ફરવા અને રોકાણ માટે મોકલતા હતા, આ વખતે તેમની કમર કસાઈ ગઈ છે. ફેબ્રુઆરી 2025માં, ભારતથી વિદેશ મોકલવામાં આવેલી કુલ રકમ 29 ટકા ઘટીને 1,964.21 મિલિયન ડોલર રહી ગઈ. જાન્યુઆરીમાં આ આંકડો 2,768.89 મિલિયન ડોલર હતો.
ભારતીય રિઝર્વ બેંક (RBI)ના આંકડા અનુસાર, લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ વિદેશ મોકલવામાં આવેલી કુલ રકમ જાન્યુઆરીની સરખામણીમાં 29 ટકા ઘટીને 1,964.21 મિલિયન ડોલર રહી ગઈ, જ્યારે જાન્યુઆરીમાં તે 2,768.89 મિલિયન ડોલર હતી. આ ઘટાડો એવા સમયે આવ્યો છે જ્યારે વૈશ્વિક બજારોમાં અસ્થિરતા અને વિદેશમાં ભણવા અને ટ્રાવેલની તકોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
ટ્રાવેલ અને સ્ટડીઝ માટે મોકલવામાં આવેલી રકમમાં ભારે ઘટાડો
સૌથી વધુ અસર ટ્રાવેલ અને સ્ટડીઝ સાથે જોડાયેલા રેમિટન્સ પર પડી છે. હરવા-ફરવા માટે મોકલવામાં આવેલી રકમ ફેબ્રુઆરીમાં 33.77 ટકા ઘટીને 1,090.61 મિલિયન ડોલર રહી ગઈ, જે જાન્યુઆરીમાં 1,646.74 મિલિયન ડોલર હતી. જ્યારે વિદેશી અભ્યાસ માટે મોકલવામાં આવેલો પૈસો પણ લગભગ અડધો થઈ ગયો. જાન્યુઆરીમાં 368.21 મિલિયન ડોલરની સરખામણીમાં ફેબ્રુઆરીમાં તે ઘટીને 182.17 મિલિયન ડોલર થઈ ગયો. એટલે કે વિદેશ ટ્રાવેલ અને સ્ટડી માટે ભારતીયોની રુચિમાં સ્પષ્ટ ઘટાડો જોવા મળી રહ્યો છે.
વિદેશ અભ્યાસનું સપનું ધીમું પડ્યું
ભારતીય વિદ્યાર્થીઓના વિદેશ જવામાં પણ હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર ચાર વર્ષોમાં પહેલીવાર એવું બન્યું છે કે કેનેડા, અમેરિકા અને બ્રિટન, ત્રણેય મોટા દેશોમાં એકસાથે ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. 2024ના આંકડા અનુસાર, આ દેશોમાં ભારતીય વિદ્યાર્થીઓને મળનારા સ્ટડી પરમિટ્સમાં ઓછામાં ઓછો 25 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેની સીધી અસર વિદેશમાં અભ્યાસ માટે મોકલવામાં આવતા પૈસા પર પડી છે.
ટ્રાવેલ પર પણ દેખાઈ અસર
ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓના કારણે મોટી સંખ્યામાં લોકોએ પોતાના વિદેશ યાત્રાના પ્લાન કાં તો ટાળી દીધા છે અથવા રદ કરી દીધા છે. બજારોમાં થઈ રહેલા ઉતાર-ચઢાવે ભારતીયોને વધારાના ખર્ચાઓને લઈને સાવચેત બનાવી દીધા છે, જેની સીધી અસર ટ્રાવેલ રેમિટન્સ પર પડી છે.
રોકાણમાં દેખાઈ વૃદ્ધિ
જો કે, રોકાણના મોરચે કેટલાક સારા સમાચાર પણ સામે આવ્યા છે. વિદેશી શેરો અને બોન્ડ્સમાં રોકાણ માટે મોકલવામાં આવેલા પૈસામાં વધારો થયો છે. જાન્યુઆરીમાં જ્યાં 104.98 મિલિયન ડોલરનું રોકાણ કરવામાં આવ્યું હતું, ત્યાં ફેબ્રુઆરીમાં તે વધીને 173.84 મિલિયન ડોલર થઈ ગયું. આ ટ્રેન્ડ બતાવે છે કે લોકો હવે અનુભવ અને મોજ-મસ્તીને બદલે સુરક્ષિત અને સંભવિત વળતરવાળા વિકલ્પોને પ્રાથમિકતા આપી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત સરકારે 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલ પર પ્રતિબંધ મૂક્યો
April 28, 2025 02:47 PMકંઇક મોટું થવાનું છે... આર્મી ચીફને મળ્યા બાદ રાજનાથ સિંહની પીએમ મોદી સાથે મુલાકાત
April 28, 2025 02:34 PMજામનગર જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ
April 28, 2025 01:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech