નવાઝ શરીફ પાછા આવશે, લંડનથી ૨૧ ઓકટોબરે પાકિસ્તાન પહોંચશે

  • September 13, 2023 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ભ્રષ્ટ્રાચારના કેસમાં નવાઝ શરીફને આજીવન ચૂંટણી રાજકારણમાંથી અયોગ્ય ઠેરવ્યા હતા. જે બાદ પૂર્વ પીએમને વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવું પડું હતું. આ પછી ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઈમરાન ખાને દેશના રાજકારણમાં પ્રવેશ કર્યેા.પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ સ્વદેશ પરત ફરવાના છે. મંગળવારે પાડોશી દેશના પૂર્વ પીએમ શાહબાઝ શરીફે કહ્યું કે તેમના મોટા ભાઈ નવાઝ શરીફ પાકિસ્તાન આવી રહ્યા છે. તેમણે કહ્યું કે નવાઝ શરીફ ૨૧ ઓકટોબરે પાકિસ્તાન પહોંચશે. શાહબાઝનું આ નિવેદન લંડનમાં નવાઝની અધ્યક્ષતામાં પીએમએલ–એનના ટોચના નેતાઓની બેઠક બાદ આવ્યું છે. નવાઝ શરીફ એવા સમયે પાકિસ્તાન પરત ફરવા જઈ રહ્યા છે યારે આગામી કેટલાક મહિનામાં દેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં નવાઝ શરીફ ફરી એકવાર પાકિસ્તાન મુસ્લિમ લીગ–નવાઝને પુનર્જીિવત કરશે અને પાર્ટી માટે પ્રચાર પણ કરી શકે છે. તેમના ભાઈ અને પૂર્વ પીએમ શાહબાઝ શરીફે પણ આવા જ સંકેત આપ્યા છે. તેમણે કહ્યું છે કે નવાઝ શરીફ દેશમાં પાર્ટીના રાજકીય અભિયાનનું નેતૃત્વ કરવા માટે પાકિસ્તાન પરત ફરી રહ્યા છે. નવાઝ શરીફને મોટો ફટકો ત્યારે પડો યારે પાકિસ્તાની કોર્ટે તેમને અલ–અઝીઝિયા મિલ્સ અને એવેનફિલ્ડ ભ્રષ્ટ્રાચાર કેસમાં દોષિત ઠેરવ્યા અને સાત વર્ષની જેલની સજા ફટકારી. અગાઉ ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટે તેમને પગાર જાહેર ન કરવા બદલ આજીવન અયોગ્ય ઠેરવ્યા હતા.

નવાઝ શરીફની લંડનમાં ચાલી રહી છે સારવાર
જેલમાં બધં નવાઝ શરીફે ૨૦૧૯માં લાહોર હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને સ્વાસ્થ્યના કારણોને લઈ લંડન જવાની પરવાનગી માંગી હતી. નવાઝના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા તમામ પાસાઓને ધ્યાનમાં લેતા લાહોર હાઈકોર્ટે તેમને ચાર અઠવાડિયા માટે લંડન જવાની મંજૂરી આપી હતી. જો કે, ચાર અઠવાડિયા ઠીક નવાઝ ૨૦૧૯ થી હજુ સુધી લંડનથી પરત ફર્યા નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application