જી. પં. કર્મચારી નગરના રહેવાસીઓના નામ મતદાર યાદીમાં સમાવેશ નહીં

  • November 01, 2023 01:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૭ વર્ષથી વસવાટ કરતા ૧૦૦ જેટલા પરિવારો મતદાનથી વંચિત

જામનગરની ભાગોળે આવેલ અદ્યતન સુવિધાયુકત જામનગર જીલ્લા પંચાયત કર્મચારીનગર સોસાયટીના અંદાજે ૧૦૦ જેટલા પરિવારો છેલ્લા ૧૭ વર્ષથી વસવાટ કરી રહયા છે, તેઓના નામ મતદાર યાદીમાં ન હોવાથી ૨૦૦૬ બાદ યોજાયેલ ધારાસભાની ચુંટણી, જામનગર મહાનગરપાલીકાની ચુંટણી, લોકસભાની ચુંટણીમાં પોતાનો અમુલ્ય મત આપવાથી વંચીત રહેલ, આ બાબતે સોસાયટીના ચેરમેન દેવેન્દ્રસિંહ પરમારે ચુંટણી અધિકારીને પત્ર પાઠવીને રજુઆત કરેલ છે.
વિસ્તૃત પત્રમાં જણાવ્યું છે કે, જામનગર જીલ્લા પંચાયત કર્મચારીનગર નિર્માણ કો.ઓપ. હાઉસીંગ સોસાયટીની સ્થાપના ૨૦૦૦ની સાલમાં કરવામાં આવેલ, ચેરમેન તેમજ કારોબારી સભ્યોના સહયોગથી અધતન સુવિધાયુકત આ સોસાયટીમાં ૨૦૦૬થી વસવાટ કરવામાં આવ્યો છે, વર્ષ ૨૦૧૩માં આ વિસ્તાર નગરસીમમાંથી જામનગર મહાનગરપાલીકા વોર્ડ નં. ૧૬માં સમાવીષ્ટ કરવામાં આવ્યો છે છતા હજુ સુધી આ સોસાયટીના રહીશોનું મતદારયાદીમાં નામ સમાવીષ્ટ કરવામાં આવ્યું નથી.
આગામી તા. ૪-૧૧-૨૦૨૩ થી ૬-૧૧-૨૦૨૩ દરમ્યાન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરુ થવાનો હોય, આ સોસાયટીના તમામ નાગરીકો આગામી ચુંટણીમાં મતદાન કરી શકે તેવા હેતુસર તેઓનો તાત્કાલીક મતદાર યાદીમાં સમાવેશ થાય તે અંગે કાર્યવાહી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application