રિયાસી આતંકી હુમલાની તપાસમાં એનઆઈએનું ૭ સ્થળે સર્ચ ઓપરેશ

  • September 27, 2024 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રિયાસી આતંકી હુમલાના સંદર્ભમાં આજે સવારથી એનઆઈએની અનેક ટીમએ રાજાૈરી અને રિયાસી જિલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધયુ છે.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એ શુક્રવારે રિયાસીમાં ૯ જૂનના આતંકવાદી હત્પમલાના સંબંધમાં જમ્મુ અને કાશ્મીરમાં સાત સ્થળોએ શોધખોળ હાથ ધરી હતી, જેમાં ૯ લોકો માર્યા ગયા હતા અને ૪૧ ઘાયલ થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કટરામાં માતા વૈષ્ણો દેવી મંદિર તરફ જતી બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યેા ત્યારે આ હત્પમલો થયો.
શિવ ખોરી મંદિરથી કટરા તરફ જતી બસ, ગોળીબારનો ભોગ બન્યા પછી, રિયાસીના પૌની વિસ્તારના ટેર્યાથ ગામ નજીક ઐંડી ખીણમાં પડી જતાં રસ્તા પરથી પલટી ગઈ હતી.જેમાં રાજસ્થાનનો એક બે વર્ષનો છોકરો અને ઉત્તર પ્રદેશનો એક ૧૪ વર્ષનો બાળક પણ ૯ જૂનના આતંકવાદી હત્પમલાના પીડિતોમાં સામેલ હતો.આ કેસમાં અત્યાર સુધીમાં, રાજાૈરીના હકમ ખાન નામના એક વ્યકિતની કથિત રીતે આતંકવાદીઓને ખોરાક, આશ્રય અને લોજિસ્ટિકલ સપોર્ટ આપવા તેમજ હત્પમલા પહેલા વિસ્તારની તપાસ કરવામાં મદદ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.અધિકારીઓએ જણાવ્યું કે શિવ ખોરી આતંકી હત્પમલાના સંબંધમાં આજે સવારથી એનઆઈએની અનેક ટીમો રાજાૈરી અને રિયાસી જિલ્લામાં શોધખોળ કરી રહી છે.
જુલાઈમાં, જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં તીર્થયાત્રીઓને લઈ જતી બસ પર જૂનમાં થયેલા હત્પમલામાં ધરપકડ કરાયેલા શકમંદની એનઆઈએની પૂછપરછમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર–એ–તૈયબાના પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સની સંડોવણીનો સંકેત મળ્યો હતો, અધિકારીઓએ જણાવ્યું કે બસ હત્પમલામાં ઓછામાં ઓછા ત્રણ આતંકવાદીએ ભાગ લીધો હોઈ શકે છે. હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News