શિયાળાની ઠંડીમાં ગલુડીયાઓને પરસ્પરની હૂંફ

  • November 25, 2024 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શિયાળો શ‚ થઇ ચૂકયો છે અને પોરબંદરવાસીઓએ તેમના સ્વેટર અને કોટ ઠંડીથી બચવા માટે પહેરવાની શ‚આત કરી દીધી છે પરંતુ ઠંડીમાં મુંગા જીવો વધુ હેરાન પરેશાન થતા હોય છે. રહેઠાણ વગરના આવા પશુઓનું જીવવું શિયાળામાં દોહ્યલુ બની જાય છે. પોરબંદરના વાડીપ્લોટ શાકમાર્કેટ પાસેના ગાર્ડનમાં લેવાયેલી સવારની આ તસ્વીરમાં ગલુડીયાઓ ઠંડીથી ત્રસ્ત છે આમ છતાં એકબીજાને પરસ્પરની હૂંફ આપીને ઠંડીનો સામનો કરી રહ્યા છે. પોરબંદરમાં મુંગા જીવો માટે સતત સેવાપ્રવૃત્તિઓ કરતી સંસ્થા ઉદય કારાવદરા એનિમલ એન્ડ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ખાસ અપીલ એ પણ કરવામાં આવી છે કે શિયાળાની સીઝનમાંજ ગલુડીયાઓનો વધુ જન્મ થતો હોય છે અને ઠંડીના કારણે નવજાત બચ્ચાઓ મૃત્યુ પામતા હોય તેવુ વધુ જોવા મળે છે. માટે  પોરબંદરવાસીઓને અમારી નમ્ર અપીલ છે કે તેમના ઘરની આજુબાજુ કયાંય પણ આ પ્રકારના ગલુડીયાઓ વસવાટ કરતા હોય તો ઘરમાં રહેલ વધારાના કપડા, શાલ,ગોદડી, જેવી વસ્તુઓ તેમને અવશ્ય ઢાંકજો કે જેથી તેમની જિંદગી લંબાઇ જાય અને શકય હોય તો આઠ-દસ પથ્થરો ગોઠવીને  તેને નાનુ એવુ ઘર બનાવી આપજો જેથી શિયાળામાં તેઓ સ્વસ્થ અને સલામત રીતે મોટા થઇ શકે માટે આ દર્દભરી અપીલ લોકો આત્મસાત કરે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application