મધ્યપ્રદેશમાં નવરાત્રિનાં ગરબા કાર્યક્રમ દરમિયાન હંગામો થયો હતો. ગરબા કાર્યક્રમનું આયોજન ખાનગી કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ કાર્યક્રમમાં પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું ન હતું, જેના કારણે હિન્દુ સંગઠનો રોષે ભરાયા હતા.
હંગામાની માહિતી મળતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. કમિટી દ્વારા પહેલાથી જ સૂચના આપવામાં આવી હતી કે કોઈ પણ મુસ્લિમ યુવકને ગરબામાં દાંડિયા રમવા દેવામાં આવશે નહીં. પરંતુ ગરબા કાર્યક્રમમાં 17 મુસ્લિમ યુવકો દાંડિયા રમતા જોવા મળ્યા હતા. કાર્યક્રમમાં હાજર યુવાનોએ આનો વિરોધ કરતાં હોબાળો મચી ગયો હતો. ઝઘડો જોઈને 14 મુસ્લિમ યુવકો ભાગ્યા હતા. પરંતુ 3 યુવકો પકડાઈ ગયા હતા, તેને પોલીસ સ્ટેશન લઈ જઈ ત્રણેય યુવકો સામે કેસ નોંધીને જેલમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઝડપાયેલા ત્રણ મુસ્લિમ યુવકો હિન્દુ વેશભૂષામાં ગરબા કરવા કાર્યક્રમમાં આવ્યા હતા. જોકે, હિન્દુ સંગઠને પણ આયોજક સમિતિ સામે એફઆઈઆર નોંધવા માટે શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સંયોજક કેશવ શર્માએ આરોપ લગાવ્યો હતો કે મુસ્લિમ યુવાનો દાંડિયાની આડમાં લવ જેહાદને પ્રોત્સાહન આપી રહ્યા છે. આયોજક સમિતિએ પણ ઓળખપત્ર જોયા બાદ જ કાર્યક્રમમાં એન્ટ્રી આપવાની હતી. પરંતુ ભીડ વધારવાના હેતુથી જાણી જોઈને બેદરકારી કરવામાં આવી હતી. આયોજક સમિતિ સામે પણ FIR દાખલ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅડવાણાના યુવાને સી.આઇ.એસ.એફ.ની તાલીમ પૂર્ણ કરી
November 22, 2024 01:49 PMપોરબંદરની સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાજકોટના યુવાનનુ પર્સ પ્રામાણિકતાથી પરત અપાયુ
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:47 PMપોરબંદર-રતનપર રોડ પર આવેલી ઝુરીઓ ફેરવાઈ રહી છે ઉકરડામાં
November 22, 2024 01:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech