કોંગ્રેસ પાર્ટીએ સંસદમાં દિલ્હી કોચિંગ સેન્ટરની દુર્ઘટનાનો મુદ્દો ઉઠાવ્યો છે. આજે કોંગ્રેસના સાંસદ અમર સિંહે સંસદ સત્ર દરમિયાન સ્થગિત પ્રસ્તાવ રજૂ કર્યો જેમાં તેમણે કોચિંગના વિદ્યાર્થીઓના મૃત્યુ પર ચર્ચાની માંગ કરી છે. પાર્ટીના સંસદ સભ્ય મણિકમ ટાગોરે પણ દિલ્હી કોચિંગ સેન્ટરની દુર્ઘટના પર ચર્ચા કરવા માટે ગૃહમાં સ્થગિત દરખાસ્ત રજૂ કરી છે.27 જુલાઈના રોજ રાષ્ટ્રીય રાજધાનીના ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં રાઉના આઈએએસ સ્ટડી સર્કલના બેઝમેન્ટમાં અચાનક પાણી ઘૂસી જતાં ત્રણ આઈએએસ ઉમેદવારો - તાનિયા સોની, શ્રેયા યાદવ અને નવીન ડેલ્વિનનું મૃત્યુ થયું હતું.
દિલ્હી કોચિંગ સેન્ટરની દુર્ઘટનામાં ધરપકડ કરાયેલા આરોપીઓ, માલિક અને રાઉના આઈએએસ સ્ટડી સર્કલના સંયોજકને 28 જુલાઈના રોજ રાજેન્દ્ર નગર પોલીસ સ્ટેશનમાંથી કોર્ટમાં લઈ જવામાં આવ્યા બાદ તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
અપૂરતી ડ્રેનેજ વ્યવસ્થાને કારણે ભાજપે કેજરીવાલને જવાબદાર ગણાવ્યા
ભાજપે આ ઘટના બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હી સરકાર પર પ્રહારો કર્યા છે અને રાષ્ટ્રીય રાજધાનીમાં અપૂરતી ડ્રેનેજ વ્યવસ્થાને કારણે તેને હત્યા ગણાવી છે. ભાજપ્ના નેતાઓ અને કાર્યકતર્ઓિ 29 જુલાઈએ દિલ્હીમાં આપ કાયર્લિયની બહાર વિરોધ પ્રદર્શન કરશે, સલામતીનાં પગલાંના અમલીકરણ અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગણી કરશે.
13 કોચિંગ સેન્ટર સીલ કરવામાં આવ્યા
રાજેન્દ્ર નગરમાં બનેલી ઘટનાને લઈને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ઊંઘ ઉડી ગઈ છે. દર વખતની જેમ આ વખતે પણ ઘટના બને તેની રાહ જોયા બાદ કોર્પોરેશને પોતાની આબરૂ બચાવવા કાર્યવાહી હાથ ધરી છે. કોર્પોરેશનના જણાવ્યા અનુસાર 13 કોચિંગ સેન્ટર સીલ કરવામાં આવ્યા છે. આ કોચિંગ સેન્ટરો બેઝમેન્ટમાં ચાલતા હતા. દિલ્હી સરકાર દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે કે, નાગરિક સંસ્થાની એક ટીમ કોચિંગ કેન્દ્રોના ગેરકાયદેસર રીતે ચાલતા કેટલાક બેઝમેન્ટને સીલ કરવા માટે ઓલ્ડ રાજીન્દર નગર વિસ્તારમાં પહોંચી હતી. ગઈકાલે મોડી રાત સુધીની કાર્યવાહી દરમિયાન આવા 13 જેટલા કોચિંગ સેન્ટરો સીલ કરવામાં આવ્યા હતા.
કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનું બેઝમેન્ટ ગેરકાયદેસર રીતે કાર્યરત હતું
કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનું બેઝમેન્ટ ગેરકાયદેસર રીતે કાર્યરત હતું તેમ તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું. રાવના આઈએએસ સ્ટડી સર્કલ, કોચિંગ સંસ્થાએ, બિલ્ડિંગ પ્લાન અને ફાયર વિભાગના એનઓસી મુજબ બેઝમેન્ટ પાર્કિંગ અને સ્ટોર રૂમ તરીકે ઉપયોગમાં લેવાતું હોવાનું ખોટી રીતે દશર્વ્યિું હતું. ત્રણ માળના કોચિંગ સેન્ટરને 2021 માં સંબંધિત એમસીડી વિભાગ દ્વારા તેનો બિલ્ડિંગ પ્લાન મંજૂર કરવામાં આવ્યો હતો. સંસ્થાના બિલ્ડીંગ કમ્પ્લીશન સર્ટિફિકેટમાં સ્પષ્ટપણે લખેલું છે કે તેનો ઉપયોગ માત્ર બેઝમેન્ટમાં પાર્કિંગ અને સ્ટોરેજ માટે જ થઈ શકે છે. તેનો અર્થ એ છે કે બેઝમેન્ટમાં લાઈબ્રેરી ગેરકાયદેસર રીતે ચાલી રહી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજાસૂસી હજુ પણ ચાલુ છે: કિરોડી લાલ મીણાના પોતાની જ સરકાર પર પ્રહારો
February 24, 2025 03:11 PMથોરાળા, કોઠારીયા અને પડધરીના ત્રણ યુવક દ્વારા ઝેરી પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ
February 24, 2025 03:09 PMજો પાર્ટીને તેમની જરૂર નથી તો તેમની પાસે વિકલ્પો છે: શશિ થરૂર
February 24, 2025 03:08 PMમેટોડામાં હિટ એન્ડ રન: બે વર્ષની બાળકીનું કાર અડફેટે મોત
February 24, 2025 03:06 PMટીપીઓના ટેબલ ઉપર પેન્ડિંગ ફાઇલોના ઢગલાઓ વચ્ચે ચાર્જ સંભાળતા સુમરા
February 24, 2025 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech