BREAKING NEWS

સૌરાષ્ટ્રમાં મોટાભાગના ડેમ હજુ ખાલી; 12 ડેમમાં 0.10થી એક ફૂટ સુધી આવક, જાણો તમારા ડેમની શું સ્થિતિ છે

  • July 09, 2026 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના ડેમો હજું ખાલી છે, છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં કુલ ૮૩માંથી ફ્ક્ત ૧૨ ડેમમાં ૦.૧૦ ફૂટથી એક ફૂટ સુધીની આવક નોંધાઇ છે. અલબત્ત છેલ્લા ૨૪ કલાકમાં એક પણ ડેમ સાઇટ ઉપર વરસાદ નોંધાયો નથી. મેઘરાજા મન મુકીને ન વરસે ત્યાં સુધી હજુ પાક પાણીનું ચિત્ર ધૂંધળુ જ છે.


રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર, પોરબંદર અને અમરેલી સહિતના સાત જિલ્લાના ૮૩ ડેમમાંથી એક પણ હજુ સુધી ૧૦૦ ટકાની પૂર્ણ સપાટીએ ભરાયો નથી. ઉપલેટાનો વેણુ-૨ ડેમ કે જે ૭૭ ટકા સુધી ભરાયો છે તેની સપાટી જાળવવા હજુ ડેમનો એક દરવાજો ૦.૦૭૬ મીટર સુધી ખુલો રાખવામાં આવ્યો છે. તદ્ઉપરાંત રાજકોટની ભાગોળે જામનગર રોડ ઉપરનો આજી-૨ ડેમ કે જેમાં સુએઝ વોટર ઠલવાઈ છે તે ડેમ પણ ૭૪ ટકા સુધી ભરાયો હોય તેનો એક દરવાજો ૦.૦૭૬ મીટર સુધી ખુલો રાખવામાં આવ્યો છે.


24 કલાકમાં ક્યા ડેમમાં કેટલી આવક

આજી-૧ ૦.૨૦ ફૂટ

ન્યારી-૧ ૦.૩૩ ફૂટ

ન્યારી-૨ ૦.૩૩ ફૂટ

ઘેલો સોમનાથ ૦.૫૯ ફૂટ

માલગઢ ૧.૧૫ ફૂટ

મચ્છુ-૨ ૦.૫૯ ફૂટ

ડેમી-૧ ૦.૦૩ ફૂટ

બ્રાહ્મણી ૦.૧૦ ફૂટ

મચ્છુ-૩ ૦.૧૬ ફૂટ

લીંબડી ભોગાવો ૧ ૦.૧૦ ફૂટ

ફલકુ ૦.૩૩ ફૂટ

વાંસલ ૦.૧૬ ફૂટ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application