BREAKING NEWS

સાવધાન... જુઓ તમારા પેટમાં પધરાવાઈ છે આવી ફૂગ મારી ગયેલી અને ગંધાતી મલાઈ, રાજકોટ ફૂડ વિભાગે આ ત્રણ ડેરી સીલ કરી

  • June 26, 2026 12:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અખાદ્ય પદાર્થો વેચતા તત્વો સામે મહાનગરપાલિકાના ફૂડ વિભાગે લાલઆંખ કરી છે. તાજેતરમાં હાથ ધરવામાં આવેલા એક મોટા ઓપરેશનમાં પનીર અને મલાઈનું ઉત્પાદન તથા વિતરણ કરતી ત્રણ જાણીતી પેઢીઓને સીલ મારી દેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમે સપાટો બોલાવીને આ પેઢીઓમાંથી કુલ ૪ ફોર્મલ સેમ્પલ લીધા છે અને સ્થળ પર જ કુલ ₹૧૫,૦૦૦ નો વહીવટી દંડ વસૂલ કર્યો છે. આ ઉપરાંત, અંદાજિત ₹૧,૭૫,૦૦૦ ની કિંમતની ૫૦૦ કિલોગ્રામ ફૂગવાળી લુઝ મલાઈ જપ્ત કરીને તેનો મહાનગરપાલિકાના SWM વાહનમાં તાત્કાલિક નાશ કરવામાં આવ્યો છે.

કાર્યવાહીનો ભોગ બનેલી પેઢીઓમાં લાતી પ્લોટ શેરી નંબર ૪ માં આવેલી 'ફોર્ચ્યુન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ' સામેલ છે, જ્યાંથી પનીરના લુઝ સેમ્પલ લઈ રૂ.૫,૦૦૦ના દંડ સાથે પ્રીમાયસિસ સીલ કરાયું છે. જ્યારે ૧૫૦ ફૂટ રિંગ રોડ પર સોમનાથ-૩ માં આવેલી 'શ્રીરામ ડેરી' માંથી મલાઈ અને પનીરના સેમ્પલ લેવાયા હતા તથા ત્યાં સંગ્રહ કરાયેલી ૫૦૦ કિલો ફૂગવાળી મલાઈનો નાશ કરી, રૂ.૫,૦૦૦નો દંડ ફટકારીને પ્રીમાયસિસ સીલ કરવામાં આવ્યું છે. આ જ રીતે, કોઠારીયા મેઈન રોડ પર વિવેકાનંદ નગરની 'શ્યામ ડેરી પ્રોડક્ટ' માંથી પનીર એનેલોગનું સેમ્પલ લઈ, રૂ.૫,૦૦૦ નો વહીવટી ચાર્જ વસૂલીને દુકાનને તાળા મારી દેવાયા છે.

સેન્ટ્રલ, વેસ્ટ અને ઈસ્ટ ઝોનમાં પણ વ્યાપક ચેકિંગ

આ ત્રણેય મોટી ડેરીઓ ઉપરાંત, ફૂડ વિભાગની અલગ-અલગ ટીમોએ શહેરના ત્રણેય ઝોનમાં ખાણી-પીણીની અન્ય દુકાનો પર પણ કડક તપાસ હાથ ધરી હતી

સેન્ટ્રલ ઝોન: રેલવે જંકશનની સામેના વિસ્તારમાં કુલ ૧૬ પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી ૫ પેઢીઓમાંથી કુલ ૪૭ કિલોગ્રામ અખાદ્ય જથ્થો ઝડપીને તેનો નાશ કરાયો હતો. આ સાથે જ હાઈજીનની સ્થિતિ અને સ્ટોરેજ બાબતે ૧ પેઢીને નોટિસ ફટકારીને કુલ ₹૧૧,૭૦૦ ની પેનલ્ટી વસૂલ કરવામાં આવી હતી.

વેસ્ટ ઝોન: સાધુ વાસવાણી રોડ પર ફૂડ ટીમે કુલ ૧૦ પેઢીઓમાં આકસ્મિક ચેકિંગ કર્યું હતું. જેમાં ૪ પેઢીઓમાંથી ૭૪ કિલોગ્રામ વાસી કે અખાદ્ય ખોરાકનો નાશ કરાયો હતો, જ્યારે ૫ પેઢીઓને હાઈજીન કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપીને કુલ ₹૧૧,૦૦૦ નો દંડ વસૂલાયો હતો.

ઈસ્ટ ઝોન: જામનગર રોડ પર શેઠનગરના ગેટ પાસે ત્રાટકેલી ટીમે કુલ ૧૨ પેઢીઓની તપાસ કરી હતી, જેમાંથી ૩ પેઢીઓમાંથી ક્ષતિગ્રસ્ત અને આરોગ્ય માટે હાનિકારક એવો ૧૫ કિલોગ્રામ જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

ફૂડ વિભાગની આ આકરી કાર્યવાહીથી અખાદ્ય સામગ્રીનું વેચાણ કરતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રાખવાની તંત્રએ જાહેરાત કરી છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application