સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના વિસ્તારોમાં આજે સવારે લઘુતમ તાપમાનમાં એકાદ ડિગ્રી થી માંડી બે ડિગ્રી જેટલો વધારો થયો છે અને તેના કારણે ઠંડી સાવ ગાયબ થઈ ગઈ છે અને ગરમીનું પ્રમાણ વધી ગયું છે. રાજકોટમાં એક ડિગ્રીના વધારા સાથે આજે 16.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
નલિયામાં ગઈકાલે 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન હતું તે આજે વધીને 13.1 ડીગ્રી થઈ ગયું છે. પોરબંદરમાં આજનું લઘુતમ તાપમાન 16.3 ડિગ્રી છે. વેરાવળમાં ગઈકાલે 21.3 અને આજે 22 અમરેલીમાં ગઈકાલે 16 અને આજે 18 ભાવનગરમાં ગઈકાલે 19.2 અને આજે 20.8 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે઼ ભુજમાં ગઈકાલે અને આજે એક સરખું 15.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. દ્વારકામાં એક ડિગ્રીના વધારા સાથે આજનું મિનિમમ ટેમ્પરેચર 18.6 ડિગ્રી નોંધાયું છે. કંડલામાં ગઈકાલે 17.9 અને આજે 18 ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
રાજ્યના અન્ય શહેરોના લઘુતમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 18.7 વડોદરામાં 19.6 ડીસામાં 15.2 સુરતમાં 20.6 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
ગઈકાલે મંગળવારે રાજકોટમાં મહત્તમ તાપમાન 32.3 સુરતમાં 33.6 વેરાવળમાં 33 ડાંગમાં 33.6 અને પોરબંદરમાં 32.4 ડિગ્રી નોંધાયો હતો.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસરના ભાગરૂપે ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ જમ્મુ કશ્મીર લદાખ અંદમાન નિકોબારમાં વરસાદ માટેની આગાહી કરવામાં આવી છે. પરંતુ દેશના અને ભાગોમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. પંજાબમાં પાકિસ્તાનને સંલગ્ન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળે છે. આ ઉપરાંત આજે તારીખ 5 અને ત્યાર પછી તારીખ 8 ફેબ્રુઆરીના રોજ ઉપરાઉપરી બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા હોવાથી હિમાલયન રિજીયનમાં વરસાદ માટેની ચેતવણી આપવામાં આવી છે.