રૂા. પ, 10, ર0 અને પ0 ની નોટોની ભારે અછત
સલાયામાં હાલમાં નાના વેપારી, દુકાનદારો, અનાજ કરિયાણાની દુકાન ધારકો તેમજ ગેસ એજન્સી અને પેટ્રોલ પંપ ધારકોને ગ્રાહકો પાસેથી પૈસા લેવા દેવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. હાલ સલાયામાં નાનાં ચલણની નોટની ભારે અછત છે. રૂા. 5, 10, 20 અને 50ની નોટની અછતના લીધે વેપારી અને ગ્રાહકો વચ્ચે આર્થિક વ્યવહારમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
જેથી ઘણી વાર ઘર્ષણ થવાના બનાવ પણ બને છે. જેથી સલાયાના વેપારી મહામંડળનાં પ્રમુખ ભરતભાઈ લાલ દ્વારા લેખિતમાં સલાયામાં સ્થિત સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક તેમજ બેંક ઓફ બરોડાનાં મેનેજરને નાના ચલણનું વિતરણ કરવા માંગ કરાઇ છે. બેંક દ્વારા કરંટ એકાઉન્ટ ધરાવતા વેપારી તેમજ અન્ય નાના દુકાનદારો કે જે બેંકોમાં સેવિંગ એકાઉન્ટ ધરાવે છે એમને આં ચલણનું વિતરણ કરવામાં આવે જેથી સલાયા ગામમાં ફરી આં નાના ચલણ આર્થિક વ્યવહારોમાં ફરતા થઈ જાય અને ગ્રાહકો તેમજ વેપારીઓને વેપાર ધંધો કરવામાં સરળતા રહે એવી માંગણી કરાઇ છે.
આ માંગણી લીડ બેંક તેમજ સ્થાનિક બેન્કોની રીજ્યોનલ ઓફિસ સમક્ષ પણ કરાઈ છે. રૂપિયા 5, 10 અને 20 નાં સિક્કા પણ વિતરણ કરવામાં આવે, જેથી વેપારીઓને પડતી મુશ્કેલી હળવી થઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશ-પાકિસ્તાન વચ્ચે નિકટતા વધી, 54 વર્ષમાં પહેલીવાર સીધો વેપાર શરૂ
February 24, 2025 02:57 PMપાકિસ્તાન મંદિરો અને ગુરુદ્વારાના નવીનીકરણ માટે 1 અબજ ખર્ચશે
February 24, 2025 02:56 PMદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech