આ ચકચારી કથિત કૌભાંડની હકીકત મુજબ, રાજકોટના ભગવતી પરામાં બનાવટી ભાડા કરાર ઊભો કરી "પરમાર એન્ટરપ્રાઇઝ" નામની પેઢી ખોલી ખોટા ભાડા કરારનો ખરા તરીકે ઉપયોગ કરી જી. એસ. ટી. નંબર મેળવી બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે કુલ-૧૪ પેઢીઓના સંચાલકો સાથે મળીને ગુન્હાહિત કાવતરું રચી સાડા ત્રણ કરોડ રૂપિયાના બનાવટી બિલિંગ તેમજ બનાવટી દસ્તાવેજોના આધારે ખોટી રીતે ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી સરકારને મોટું આર્થિક નુકશાન પહોંચાડતા જી.એસ.ટી વિભાગના ઉચ્ચ અધિકારીની ફરિયાદના આધારે ડી.સી.બી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયેલ હતો. તેમાં પકડાયેલા જુદા જુદા ધંધાર્થીઓ પૈકી જેલ હવાલે રહેલા રાજકોટના ઋષિ બગથરિયા અને સુધીર નરસિંહભાઈ રૈયાણી એમ વધુ બે આરોપીઓએ રાજકોટ સેશન્સ અદાલતમાં અલગ અલગ જામીન અરજી કરી હતી. જેમાં હાલના આરોપીઓએ કોઈ બોગસ પેઢી ઊભી કરેલ નથી, આરોપીને પેઢી સાથે લેવા દેવા નથી કે આરોપીના નામની પેઢી નથી, જેથી જી.એસ.ટી.ની કે બનાવટી દસ્તાવેજોની કોઈ કલમ લાગુ કરી શકાય નહિ. તથા હાલના કેસને સંલગ્ન અન્ય હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના નોંધપાત્ર ચૂકાદાઓ પોલીસના સોગંદનામાઓ ધ્યાને લઈને હાલના બંને આરોપીઓને અલગ અલગ જામીન ઉપર મુક્ત કરતા હુકમો કરાયા હતા.આ કેસમાં આરોપીઓ વતી વકીલ કુલદીપસિંહ બી. જાડેજા, સાહિસ્તાબેન ખોખર, જ્યોત્સનાબા પી. જાડેજા, રણજીતભાઇ પટગીર, રવિરાજસિંહ પરમાર, દયા છાયાણી, નિતાબેન સારીખડાં, નીમેશ જાદવ રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
May 16, 2025 06:42 PMજામનગર: સગીરા પર દુસ્કર્મ ગુજારનાર નરાધમ આરોપીને 20 વર્ષની સજા
May 16, 2025 06:06 PMરાજકોટમાં ડુપ્લીકેટ ફેવિકોલ-ફેવિક્વિક વેચવાનું કારસ્તાન, 1900 નંગ નકલી જથ્થો જપ્ત
May 16, 2025 05:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech