BREAKING NEWS

જાપાનમાં 11 દિવસ બાદ જંગલની ભીષણ આગ પર કાબૂ: 1600 હેક્ટર જંગલ સ્વાહા, 8 ઇમારતોને નુકસાન; 30 વર્ષની બીજી સૌથી મોટી હોનારત

  • May 04, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જાપાનના ઇવાતેના પહાડી વિસ્તારોમાં લાગેલી આ આગ એટલી ભીષણ હતી કે તેનો વિસ્તાર ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્ક કરતા પણ પાંચ ગણો મોટો હતો. આ આગને બુઝાવવા માટે સેંકડો અગ્નિશામકો અને ૧,૦૦૦ થી વધુ સૈન્ય જવાનોએ દિવસ-રાત એક કર્યા હતા.


જાન-માલનું નુકસાન અને બચાવ કામગીરી
આ ભયાનક આગના કારણે અનેક વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી. આ હોનારતમાં ઓછામાં ઓછી ૮ ઇમારતોને નુકસાન પહોંચ્યું છે. આગની ઝપેટમાં આવતા ૨ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાના અહેવાલ છે. આગ રહેણાંક વિસ્તારો તરફ વધતી હોવાથી હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની ફરજ પડી હતી.


વરસાદની મદદ

ઓત્સુચીના મેયર કોજો હિરાનોએ જણાવ્યું હતું કે હવાઈ અને જમીન પરથી કરવામાં આવેલા પ્રયાસોની સાથે સાથે ભારે વરસાદ પડતા આગને કાબૂમાં લેવામાં મોટી સફળતા મળી છે. જોકે, સત્તાવાળાઓએ હજુ પણ સાવચેતી રાખવા ચેતવણી આપી છે. કેટલીક જગ્યાએ હજુ પણ તણખલાઓ બાકી હોઈ શકે છે, જેના કારણે વહીવટીતંત્ર સતત નજર રાખી રહ્યું છે.


૩૦ વર્ષનો ઇતિહાસ અને વધતું જોખમ
સમાચાર એજન્સી ક્યોદોના જણાવ્યા મુજબ જાપાનમાં છેલ્લા ત્રણ દાયકામાં આ બીજી સૌથી મોટી આગ છે. ગત વર્ષે પણ ઇવાતેમાં ૨,૬૦૦ હેક્ટરમાં આગ લાગી હતી, જે ૧૯૭૫ પછીની સૌથી મોટી ઘટના હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application