રાજકોટ મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે આયોજિત પ્રતિષ્ઠિ ત કલાઇ સારલ ૨૦૨૬ ઓલ ઈન્ડિયા નેશનલ યુથ ફેસ્ટિવલમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને યુનિવર્સિટીને ગૌરવ અપાવ્યું છે. એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝના અધિનસ્ત આયોજિત આ ફેસ્ટિવલ સત્યભામા ઇન્સ્ટિીટયૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ચેન્નાઇ ખાતે યોજાયો હતો
આ રાષ્ટ્રીય સ્તરના ઇન્ટર-યુનિવર્સિટી ફેસ્ટિવલમાં દેશભરના વિવિધ યુનિવર્સિટીઓના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ સંગીત, નૃત્ય, સાહિત્ય, નાટ્ય અને ફાઇન આર્ટ્સ જેવા ક્ષેત્રોમાં પોતાની કલા અને કુશળતા રજૂ કરી હતી. ફેસ્ટિવલ યુવા પ્રતિભાઓ માટે સાંસ્કૃતિક વિનિમય અને સર્જનાત્મકતા દર્શાવવાનો સશક્ત મંચ સાબિત થયો હતો
મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જેમાં વેસ્ટર્ન વોકલ (સોલો)માં બ્રાયન પીટરે પ્રથમ સ્થાન, વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટલમાં જસ્ટીન કુનંગ પ્રથમ સ્થાને ક્લાસિકલ ડાન્સમાં પ્રિયાંશી ગધડા ત્રીજા સ્થાને ડિબેટમાં કમોદવર્ધન અને અભિનવ સિંધ ચોથા સ્થાને રહ્યા હતાં.
આ ફેસ્ટિવલમાં સંગીત (વેસ્ટર્ન અને ઇન્ડિયન), નૃત્ય (ક્લાસિકલ અને લોકનૃત્ય), સાહિત્યિક સ્પર્ધાઓ (ડિબેટ, એલોક્યુશન, ક્વિઝ), તેમજ થિયેટર અને ફાઇન આર્ટ્સ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. માત્ર ઝોનલ યુથ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને જ આ રાષ્ટ્રીય સ્તરે ભાગ લેવાની તક આપવામાં આવી હતી, જેના કારણે સ્પર્ધાનું સ્તર ઊંચું રહ્યું હતું.કલાઇ સારલ ૨૦૨૬માં મારવાડી યુનિવર્સિટીની ભાગીદારી અત્યંત સફળ અને પ્રશંસનીય રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application