ભારતની સ્ટાર શૂટર મનુ ભાકર સ્વતંત્ર ભારતની પહેલી એવી ખેલાડી બની છે જેણે એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી હોય. પરંતુ આશાઓ હજુ પણ જીવંત છે. મતલબ કે મનુ ભાકર આ ઓલિમ્પિકમાં હજુ એક વધુ મેડલ જીતી શકે છે.
મનુ ભાકરે ભારતીય ખેલ ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું. તે એક જ ઓલિમ્પિક ગેમ્સમાં બહુવિધ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની છે. 22 વર્ષીય ભારતીય શૂટર મનુએ પેરિસ ઓલિમ્પિકમાં સરબજોત સિંહ સાથે મળીને 10 મીટર એર પિસ્ટલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં દક્ષિણ કોરિયાને 16-10થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અગાઉ તેણે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ વ્યક્તિગત સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
મોટી વાત એ છે કે આ વર્ષના ઓલિમ્પિકમાં ભાકરે ભારતની મેડલ ટેલીની શરૂઆત કરી હતી અને તેણે સરબજોત સિંહ સાથે બીજા મેડલ પણ જીત્યા હતા, આ પહેલા પીવી સિંધુ એકમાત્ર ભારતીય એથ્લેટ છે જેણે ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા છે. જોકે તેના મેડલ બે અલગ-અલગ વર્ષમાં આવ્યા હતા, પરંતુ મનુએ આ જ ઓલિમ્પિકમાં આ સિદ્ધિ મેળવી છે.
મનુ ભાકરને આગામી મેચ માટે 2 ઓગસ્ટે ત્રીજો મેડલ જીતવાની તક
મનુ ભાકરે હજુ 25 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ભાગ લીધો નથી અને તેની પાસે ત્રીજો મેડલ જીતવાની તક પણ છે. આ ઇવેન્ટ 2 ઓગસ્ટે યોજાશે. પ્રથમ દિવસે ક્વોલિફાઈંગ ઈવેન્ટ થશે. જો મનુ પ્રથમ દિવસે ફાઈનલ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લે છે, તો તેને ફાઈનલ રમવાની તક મળશે, જે બીજા દિવસે એટલે કે 3જી ઓગસ્ટે યોજાશે. આ તે દિવસ હશે જ્યારે મનુ ભાકર ઓલિમ્પિકમાં વધુ એક મેડલ જીતીને ઇતિહાસ રચશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજેતપુરમાં ચારિય બાબતે બોલાચાલીમાં પત્નીની હત્યા કરીને પતિ પોલીસમાં હાજર
January 24, 2025 11:21 AMકાંગશીયાળીનો શખસ ૧૧૨ બોટલ દારૂ અને દેશી તમંચા સાથે ઝડપાયો
January 24, 2025 11:19 AMઆટકોટ પાસેથી SMCએ ટેન્કરમાંથી ૮૦ લાખનો દારૂ પકડયો
January 24, 2025 11:16 AMખંભાળિયા એપીએમસીમાં મગફળી પ્રોસેસીંગ યુનિટ-ઓઇલ મિલ કાર્યરત
January 24, 2025 11:15 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech