BREAKING NEWS

મોરબીમાં રહેતા માનસિક બીમાર પ્રૌઢે શરીર પર કેરોસીન છાંટી જાત જલાવી

  • November 21, 2025 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
મોરબીમાં શકિત ચોક પાસે રહેતા પ્રૌઢે શરીર પર કેરોસીન છાંટી જાત જલાવી લેતા તેમને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રૌઢની છેલ્લા ૧૮ વર્ષથી મગજની બીમારની દવા ચાલતી હોવાનું જણવા મળ્યું છે. માનસિક બીમારી સબબ તેમણે આ પગલું ભરી લીધાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મોરબીમાં શકિત ચોક પાસે પુલ ગલી નજીક રહેતા યુસુફભાઇ ઇબાહીમભાઇ ગોપાલાણી(ઉ.વ. ૫૮) નામના પ્રૌઢે રાત્રે શરીર પર કેરોસીન છાંટી કાંડી ચાપી દેતા તેઓ ભડભડ સળગી ઉઠયા હતાં.જેની જાણ પરિવારજનોને થતા તેમને પ્રથમ મોરબી બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રૌઢ ચાર ભાઇ એક બહેનના પરિવારમાં વચેટ છે. તેઓ રેડીમેડ કાપડનો વેપાર કરે છે. પ્રૌઢની છેલ્લા ૧૮ વર્ષથી મગજની દવા ચાલતી હોય જેથી માનસિક બીમારથી કંટાળી જઇ તેમણે આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.


જયારે અન્ય એક બનાવમાં વંથલીના રાયપુરમાં રહેતો ભૂપત મોહનભાઇ ચૌહાણ(ઉ.વ.૩૦) નામનો યુવાન ગઇકાલે સવારે સોડવદર ગામની સીમમાં લાભુબેન ભીખાભાઇની વાડીએ કામ કરતો હતો ત્યારે તેને વીજશોક લાગતા તે દાઝી ગયો હતો. જેથી તેને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application