બાજવું જ છે એને કોઈ કારણની જરૂર પડતી નથી, ઉનાળાના આકરા તાપમાં એસી લઈને જતા રિક્ષા ચાલકને યુવકએ એસી કોના માટે લઇ જા છો પૂછતાં ચાલકે નવું એસી મારા ઘરે ફિટ કરવા લઇ જાવ છું કહ્યા બાદ સાંજે રિક્ષા ચાલકએ ગરમ થઇ યુવકને ફોન કરી બસ સ્ટેન્ડ પાસે બોલાવી બપોરે તું શું પૂછતો હતો કહી પાઇપથી મારમારતા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
બનાવની મળતી વિગત મુજબ ખાંભાના જામકા ગામે શાણા વાંકિયા રોડ પર વાડીએ રહેતા મંગાભાઈ પીઠાભાઇ જોલાપરા (ઉ.વ.37)નો યુવક ગઈકાલે બપોરે પોતાની વાડીએ ખેતીકામ કરતો હતો ત્યારે ગામમાં રહેતા ભીખાભાઇ ઉર્ફે શાંતિભાઈ પોતાની છકડો રીક્ષામાં એસી લઈને જતા હતા ત્યારે મંગાભાઇએ પૂછ્યું હતું કે, એસી કોના માટે લઇ જા છો, રિક્ષા ચાલકે એસી ટીંબીથી લીધું છે મારા ઘરે ફિટ કરવા માટે લઇ જાવ છું કહ્યું હતું. બાદમાં બંને ચાલ્યા ગયા બાદ સાંજે યુવક ઘરે હતો ત્યારે રીક્ષા ચાલક ભીખાભાઈનો યુવકને ફોન આવ્યો હતો કે ક્યાં છો ? ગામના બસ સ્ટેન્ડ પાસે આવ તો, યુવક બસ સ્ટેન્ડ પાસે પહોંચતા ત્યાં ભીખા ઉર્ફે શાંતિભાઈ અને તેની સાથે ભીમભાઇ કાળાભાઈ ખસિયા પણ ઉભા હતા. હું ત્યાં જતા ભીખાભાઇ કહેવા લાગ્યા હતા કે, બપોરે તું શું પૂછતો હતો ? આથી યુવકે કહ્યું હતું કે હું એસીનું પૂછતો હતો, બીજું કાઈ પૂછ્યું નથી આથી ભીખાભાઇ અને ભીમાભાઇએ ગાળો આપી લોખંડના પાઇપ વડે હુમલો કરતા ઇજા થવાથી ખાંભા સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. પોલીસે યુવકની ફરિયાદ પરથી બંને શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદુકાનદારે મફતમાં આઈસ્ક્રીમ આપવાની ના પાડી તો ગોળી મારી હત્યા કરી નાખી
March 25, 2025 03:54 PMઅજમાવી જુઓ: માઈગ્રેનથી રાહત મેળવવા માટે આ આયુર્વેદિક પદ્ધતિથી ઘરે જ મેળવો રાહત
March 25, 2025 03:43 PMમનપામાં સુપ્રીમના આદેશને ઓઠું બનાવી બુલડોઝરને બ્રેક
March 25, 2025 03:29 PMલીંબુ સોડા બાબતે સગીરને માથામાં પથ્થર અને પિતાને ત્રણ લાફા માર્યા
March 25, 2025 03:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech