રાજકોટ તાલુકાના ગારીડા ગામે લીંબુ સોડા બાબતે ૧૭ વર્ષના સગીરને અહીં ગામમાં જ રહેતા શખસે માથામાં પથ્થર માર્યેા હતો. બચાવવા વચ્ચે પડતા તેના પિતાને પણ ત્રણ લાફા મારી બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ચોટીલામાં ગોકુલધામ સોસાયટીમાં રહેતા કિરીટભાઈ ધનજીભાઈ વાઘેલા (ઉ.વ ૪૫) નામના યુવાને એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓને પોતાના મૂળ વતન ગારીડા ગામે શકિત હેર આર્ટ નામે દુકાન તથા તનવીર લીંબુ સોડાની કેબિન આવેલી છે. સોડાની કેબીનમાં તેમનો પુત્ર વનરાજ (ઉ.વ ૧૭) બેસે છે.
સવારના આઠેક વાગ્યા આસપાસ ફરિયાદી તથા તેમનો પુત્ર વનરાજ બંને અહીં દુકાને આવ્યા હતા અને તેઓ હેર કટીંગનું કામ કરતા હતા અને તેમનો પુત્ર લીંબુ સોડાની કેબીને હતો. આશરે ૩:૩૦ વાગ્યા આસપાસ ગારીડા ગામનો અરવિંદ કુંભાણી અહીં દુકાને આવ્યો હતો અને વનરાજ પાસે લીંબુ સોડા માંગતા વનરાજે કહ્યું હતું કે તારી પાસે પૈસા હોય તો લીંબુ સોડા આપુ નહીંતર નહીં આપું. તેમ કહેતા અરવિંદ ઉશ્કેરાય ગયો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો. બાદમાં તે અહીંથી જતો રહ્યો હતો.અડધો કલાક બાદ અરવિંદ ફરી અહીં આવ્યો હતો અને વનરાજને ગાળો આપી નીચે પડેલ પથ્થર ઉપાડી માથામાં મારતા ફરિયાદી દોડીને પુત્રને બચાવવા માટે આવ્યા હતા. જેથી અરવિંદે તેમને પણ ત્રણ લાફા મારી દીધા હતા. બાદમાં તે અહીંથી જતો રહ્યો હતો અને જતા પૂર્વે કહ્યું હતું કે હવે પછી તમે બંને અહીં દુકાને આવ્યા છો તો બંનેને જાનથી મારી નાખીશ. ત્યારબાદ વનરાજને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે સગીરના પિતાએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગારીડામાં રહેતા અરવિંદ કુંભાણી વિદ્ધ આ ફરિયાદ નોંધાવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ધ્રોલના વાંકિયા ગામે 1.68 લાખનું જીરું તસ્કરો ચોરી ગયા
March 26, 2025 06:33 PMજામનગર : આરોગ્ય કર્મીઓની હડતાલ યથાવત
March 26, 2025 06:31 PMઉનાળામાં શરીરને ઠંડુ રાખવા માટે દહીં કે છાશ, ક્યુ છે બેસ્ટ?
March 26, 2025 04:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech