રાજકોટમાં 3000થી વધારે દબાણો સરકારી જમીન પર ખડકી અને કરોડોની જમીન પર ભુમાફીયાઓએ કબજો જમાવી લીધો છે. તેની સામે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજે સ્માર્ટ સિટીમાં દબાણયુકત રૂ.80 કરોડની સરકારી જમીન પર કાચા પાકા બાંધકામ તોડી પાડયા હતા અને જમીન સરકાર હસ્તક લીધી હતી.
બેથી ત્રણ વખત નોટિસ ફટકારી હતી
રાજકોટના રૈયા ગામ નજીક આવેલ સ્માર્ટ સિટી નજીક છેલ્લા કેટલાય સમયથી સરકારી જમીન પર બિનઅધિકૃત દબાણો કરવામાં આવ્યા હતા. પશ્ચિમ મામલતદારને દબાણો ધ્યાનમાં આવતા બેથી ત્રણ જેટલી નોટિસો ફટકાર્યા છતાં પણ દબાણો દૂર ન કરતા આજે પશ્ચિમ મામલતદાર અજીત જોષીની ટીમ દ્વારા સર્વે નંબર 318 આશરે 16000 ચોરસ મીટર જમીન પરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને કરોડો રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech