એટીએમ ફ્રોડમાં હરિયાણના શખસની ધરપકડ: રેલવે કર્મીની સંડોવણીની શંકા

  • August 20, 2024 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના નાગરિક બેંક ચોક પાસે આવેલા કેનેરા બેંક એટીએમમાં છેડછાડ કરી બાદમાં એરર ઊભી કરી ટ્રાન્જેકશન કરેલા પિયા ન મળ્યા હોવાનું કહી બેંકને ફરિયાદ કરી હતી. આમ ભેજાબાજે બેંક સાથે છેતરપિંડીનો પ્રયાસ કર્યેા હતો.જે અંગે ભકિતનગર પોલીસે તપાસ હાથ ધરી હરિયાણાના નુહ જિલ્લાના કાંતોલીના વતની અનિષ સફીમહંમદ મોવ(ઉ.વ ૩૧) નામના શખસની ધરપકડ કરી છે. આરોપી પાસેથી ૩૦ જેટલા એટીએમ કાર્ડ મળી આવ્યા હતાં.આરોપીએ રાજકોટ ઉપરાંત અમદાવાદ,લીંબડી અને જામનગરમાં પણ આ પ્રકારે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.આ શખસ સાથે એક રેલવે કર્મીની પણ સંડોવણી હોવાની શકયતા સેવાઇ રહી છે.ત્યારે તેને ઝડપી લેવા આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટ સમક્ષ રજુ કરતા અદાલતે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતાં.
 બિહારના પૂર્નીયા જિલ્લાના વતની અને હાલ રાજકોટમાં ૧૫૦ ફટ રીંગ રોડ પર શ્રી દ્રારકાધીશ હાઈટસમાં રહેતા અક્ષયભાઈ અવધેશકુમાર આનંદ(ઉ.વ ૩૪) દ્રારા ભકિતનગર પોલીસ સ્ટેશન આ મામલે અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેમાં જણાવ્યું હતું કે, ગત તા. ૧૩૮૨૦૨૪ ના બેન્કના સફાઈ કામદાર જીતેન્દ્ર ડાંગરે મેનેજરને વાત કરી હતી કે, હત્પં આપણી બેંકની બહાર એટીએમ મશીને સફાઈ કરવા માટે ગયો હતો ત્યારે એટીએમ મશીન કામ કરતું ન હતું અને તે ખુલેલું પણ હતું જેથી અહીં જઇ એટીએમના સીસીટીવી ફટેજ ચેક કરતા તારીખ ૧૩૮ ના સવારના સાતેક વાગ્યે એક શખસ એટીએમ માં પ્રવેશ કરી એટીએમમાંથી પૈસા ઉપાડવાની પ્રોસેસ કરી બાદમાં આજુબાજુ જોઈ ખિસ્સામાંથી એક ચાવી જેવું કંઈક કાઢી એટીએમની મોનિટર ઉપર ચાવી લગાવી મોનિટર ખોલી સ્વીચ બધં કરી મોનિટરની સ્ક્રીન જેમની તેમ ફીટ કરી પૈસા લઈ જતો હોય તેવું નજરે પડું હતું. જેથી મેનેજરે આ બાબતે રિજનલ ઓફિસમાં મેઇલ કર્યેા હતો.
બાદમાં માલુમ પડયું હતું કે,તારીખ ૧૧૮ ના સવારના એટીએમમાંથી પિયા ૯,૦૦૦ આ અજાણ્યા શખસે ઉપાડી લીધા હોવા છતાં તેની પૈસા ન મળ્યા હોવાનું કહ્યું હતું જો કે સીસીટીવી ફટેજમાં તે પૈસા લઈ જતો હોવાનું સ્પષ્ટ્રપણે દેખાયું હતું આમ આ શખસે એટીએમમાં એરર ઊભી કરી પૈસા ન મળ્યા હોવાનું જણાવી બેંક સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યેા હોય આ બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ બનવાને લઇ ભકિતનગર પોલીસ મથકના પી.આઈ એમ.એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પોલીસે ગુનો દાખલ કરી આ મામલે પી.એસ.આઇ એમ.એન. વસાવા તથા ટીમે તપાસ હાથ ધરી આ ગુનામાં હરિયાણાના નુહ ફિરોઝાબાદ તાલુકાના કાંતોલી ગામે રહેતા અનિષ સફીમહંમદ મોવ(ઉ.વ ૩૧) નામના શખસની ઝડપી લીધો હતો.
પોલીસે આ શખસ પાસેથી ૩૩ એટીએમ કાર્ડ કબજે કર્યા હતા.આ શખસની પૂછતાછ કરતા તેણે રાજકોટ ઉપરાંત જામનગર લીંબડી અને અમદાવાદમાં પણ આ પ્રકારના ગુના આચર્યા હોવાનું સામે આવ્યું છે. આ ગુનામાં તેની સાથે એક રેલવે કર્મચારીની સંડોવણી હોવાની હકીકત પણ સામે આવતા આ શખસ કોણ તે જાણવા માટે પોલીસે આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટ સમક્ષ રજૂ કર્યેા હતો. અદાલતે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application