પંજાબના ગુરદાસપુરમાં પોલીસ ચોકી પર બોમ્બ ફેંકનારા ત્રણ ખાલિસ્તાની આતંકવાદીઓને યુપી પોલીસ અને પંજાબ પોલીસની સંયુકત ટીમ દ્રારા એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યા છે. આ એન્કાઉન્ટર પીલીભીતના પુરનપુરમાં થયું હતું. પોલીસે આ ખાલિસ્તાની આતંકવાદીઓ પાસેથી ૨ રાઈફલ, ૨ ગ્લોક પિસ્તોલ તેમજ મોટી માત્રામાં કારતુસ જ કર્યા છે.આ ખાલિસ્તાની આતંકવાદીઓ પીલીભીતમાં છુપાયેલા હતા. જેની બાતમી પોલીસને મળી હતી.જેના આધારે પોલીસે આખો તખ્તો ઘડી કાઢી ત્રણેયને પતાવી દીધા હતા.
પોલીસ દ્રારા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ખાલિસ્તાની આતંકવાદીઓમાં ગુરદાસપુરના કલાનૌરના ગુદેવ સિંહના પુત્ર ૨૫ વર્ષીય ગુરવિંદ સિંઘ અને ગુરદાસપુરના કલાનૌરના અગવાન ગામના રણજીત સિંહના પુત્ર ૨૩ વર્ષીય વીરેન્દ્ર સિંહ ઉર્ફે રવિનો સમાવેશ થાય છે. આ સિવાય ગુરદાસપુરના નિક્કા સુર, કલાનૌરનો ૧૮ વર્ષીય જસન પ્રીત સિંહ ઉર્ફે પ્રતાપ સિંહ પણ પોલીસના હાથે માર્યેા ગયો છે.
આ હત્પમલાની જવાબદારી લેતા આતંકી સંગઠન ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે ૧૮મી ડિસેમ્બરની રાત્રે ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સે કલાનૌરની બક્ષીવાલા પોલીસ ચોકી પર હેન્ડ ગ્રેનેડ હત્પમલો કર્યેા હતો. આ હત્પમલો ભાઈ રણજીત સિંહ જમ્મુના નેતૃત્વમાં અને ભાઈ જસવિંદર સિંહ બાગી ઉર્ફે મનુ અગવાનની દેખરેખ હેઠળ કરવામાં આવ્યો હતો. માત્ર પંજાબમાં જ નહીં, અન્ય રાયોમાં પણ શીખોનું ખરાબ બોલનારાઓને જવાબ મળતો રહેશે.
પોલીસ ચોકી પર થયેલા આ હત્પમલા બાદ પોલીસ એકશનમાં આવી હતી. રાષ્ટ્ર્રીય સુરક્ષા એજન્સીએ રાયમાં મોટા આતંકવાદી હત્પમલાની ચેતવણી પણ જારી કરી હતી. એન આઈએએ પંજાબમાં આઠ સ્થળોએ દરોડા પાડા હતા, જેના આધારે આતંકવાદી હત્પમલા અંગેના ઈનપુટ મળ્યા હતા. આ રિપોર્ટ પંજાબ પોલીસને સોંપવામાં આવ્યો હતો. જો કે, પોલીસ ચોકી પર હત્પમલો કરનારાઓની શોધમાં પંજાબ પોલીસ યુપી પહોંચી ગઈ હતી. યાં પીલીભીતમાં યુપી પોલીસ અને પંજાબ પોલીસની સંયુકત ટીમ સાથે હુંમલાખોરોનું એન્કાઉન્ટર થયું અને પોલીસે આ આતંકવાદીઓને ઠાર કર્યા. પોલીસે એક મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે
શું છે સમગ્ર મામલો?
પંજાબમાં એક પોલીસ ચોકી પર ગ્રેનેડ હત્પમલો થયો હતો. ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સે હત્પમલાની જવાબદારી લીધી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે હત્પમલાખોરો ઓટોમાં આવ્યા હતા અને પોલીસ ચોકી પર ગ્રેનેડ ફેંકીને ભાગી ગયા હતા. હત્પમલામાં કોઈ નુકસાન થયું નહોતું કારણ કે આ પોલીસ ચોકી લગભગ એક મહિના પહેલા બધં કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech