રાષ્ટ્ર્રીય સ્વયંસેવક સઘં (આરએસએસ)ના વડા મોહન ભાગવત ગઈકાલે અમરાવતીમાં મહાનુભાવ આશ્રમના શતાબ્દી સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા. અહીં તેમણે પોતાના સંબોધનમાં ધર્મના મહત્વ પર ભાર મૂકયો હતો. તેમણે કહ્યું કે ધર્મની ગેરસમજ અને અધૂરી જાણકારીના કારણે દુનિયામાં અત્યાચારો થાય છે. મોહન ભાગવતે કહ્યું કે ધર્મ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેને યોગ્ય રીતે શીખવવો જોઈએ. ધર્મ સમજવો બહત્પ અઘરો છે, માણસ સહેલાઈથી સમજી શકતો નથી. જો કોઈ વ્યકિત જ્ઞાની હોય તો તેને ધર્મની સાચી સમજ હોય છે પરંતુ જો કોઈ અજ્ઞાની હોય તો તેને જાણકાર દ્રારા સમજાવી શકાય છે.
આ દરમિયાન મોહન ભાગવતે પોતાના સંબોધનમાં કહ્યું કે મોટાભાગના લોકો એવા છે કે જેમને ધર્મનું ઓછું જ્ઞાન છે અને તેઓ ઘમંડી છે કે તેઓ બધું જ જાણે છે. બ્રહ્મા પણ આવા લોકોને સમજાવી શકતા નથી. તેમણે વધુમાં કહ્યું કે અધૂરા જ્ઞાનને કારણે જ દુનિયામાં અધર્મ ફેલાય છે. સમાજ માટે ધર્મને યોગ્ય રીતે સમજવો અને તેનું અર્થઘટન કરવું ખૂબ જ જરી છે.
આરએસએસના વડાએ કહ્યું ધર્મનું અયોગ્ય અને અપૂર્ણ જ્ઞાન અધર્મ તરફ દોરી જાય છે, જે સમાજમાં ખોટી પ્રથાઓ અને અત્યાચાર તરફ દોરી જાય છે. ભાગવતે એમ પણ કહ્યું કે ધર્મને યોગ્ય રીતે સમજવા અને શીખવવાનું કામ સંપ્રદાયો દ્રારા કરવામાં આવે છે, જે સમાજ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે દુનિયામાં ધર્મના નામે જે પણ જુલમ અને અત્યાચાર થઈ રહ્યા છે તે વાસ્તવમાં ધર્મની ગેરસમજને કારણે છે. મોહન ભાગવતે સમાજને ધર્મને સમજવા અને તેનું સાચું જ્ઞાન મેળવવાનો પ્રયાસ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે ધર્મના અધૂરા જ્ઞાનને કારણે દુનિયામાં ઘણી સમસ્યાઓ ઊભી થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech