ગઠબંધનને વધુ એક મોટો આંચકો લાગવાની તૈયારી છે. નીતીશ કુમાર બાદ હવે તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજી પર ગઠબંધન સાથે છેડો ફાડી શકે છે. પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્રારા કોંગ્રેસ અને ડાબેરી પક્ષો પર સતત હત્પમલા વચ્ચે ડાબેરી પક્ષોના નેતાઓએ કોંગ્રેસ નેતા રાહત્પલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમણે દાવો કર્યેા કે તૃણમૂલ કોંગ્રેસ ટૂંક સમયમાં જ ઇન્ડિયા ગઠબંધનથી છેડો ફાડી નાખશે.
ઉલ્લેખનીય છે કે રાહત્પલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પ.બંગાળ પહોંચી ગઇ છે. ગઈકાલે ડાબેરી કાર્યકરો અને સમર્થકોની એક ભીડ રાહત્પલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાઈ હતી. સીપીઆઈના પ્રદેશ સચિવ મોહમ્મદ સલીમે પાર્ટીની કેન્દ્રીય સમિતિના સભ્ય સુજન ચક્રવર્તી અને અન્ય નેતાઓ સાથે રઘુનાથગજં ખાતે રાહત્પલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.
સીપીઆઈએમના પ્રદેશ સચિવ મોહમ્મદ સલીમે દાવો કર્યેા કે ડાબેરી પક્ષો આરએસએસ–ભાજપ અને અન્યાય વિદ્ધ લડાઈનો હિસ્સો બનવા માટે કોંગ્રેસની આ યાત્રામાં જોડાયા છે. અમે ભાજપ અને આરએસએસ સામે લડી રહ્યા છે. રાહત્પલ ગાંધીની યાત્રા પણ તેના માટે જ છે. અમે ભારતના લોકતંત્રને બચાવવા માગીએ છીએ. આપણે આ યાત્રા પ્રત્યે એકજૂટતા બતાવવી પડશે. ઉલ્લેખનીય છે કે સલીમ અને રાહત્પલ ગાંધી વચ્ચે આશરે ૪૫ મિનિટ સુધી બેઠક ચાલી હતી.
મંજૂરી વગર આજે દિલ્હીમાં આપ અને બીજેપીનું એકબીજા સામે વિરોધ પ્રદર્શન
ચંદીગઢ મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની કારમી હાર બાદ વિરોધ કરવા માટે આજે સેંકડો કાર્યકરો અને સમર્થકો દિલ્હીમાં એકઠા થશે. અહેવાલ છે કે પાર્ટી મેયરની ચૂંટણીઓમાં કથિત ગોટાળા સામે વિરોધ કરશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવતં માન પણ આ વિરોધમાં સામેલ થઈ શકે છે. બીજી તરફ દિલ્હી ભાજપે પણ આજે આપ મુખ્યાલયની બહાર વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. પોલીસે તેમને પણ પરવાનગી આપવાનો ઈન્કાર કરી દીધો છે. આપએ કહ્યું કે દેશની લોકશાહી બચાવવા માટે ભાજપને હરાવવી ખૂબ જ જરી છે. ભાજપની કેન્દ્ર અને રાય સરકારો જે રીતે લોકશાહી પ્રણાલી પર પ્રહારો કરી રહી છે, જો તે ૨૦૨૪માં ફરી સત્તામાં આવશે તો તેઓ ચૂંટણી પ્રક્રિયાને જ ખતમ કરી દેશે. બીજી તરફ આપ કાર્યકરોને નિયંત્રિત કરવા માટે દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળોના એક હજાર કર્મચારીને તૈનાત કર્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં 15થી 20 વર્ષની છોકરીઓને હથિયાર ચલાવવાની આપવામાં આવી રહી છે ટ્રેનિંગ
November 22, 2024 02:48 PMઓનલાઇન જુગારમાં હારી જતાં આપઘાત કરનાર યુવાનનો મોબાઇલ એફએસએલમાં મોકલાયો
November 22, 2024 02:48 PMઇન્સ્ટા.માં ફેક આઇડી બનાવી યુવાને તેની ગર્લફ્રેન્ડનો ફોટો મુકી બિભત્સ શબ્દો લખ્યા
November 22, 2024 02:46 PMતાલુકા પોલીસ સ્ટેશન પાસે યુવાન પર હુમલા બાદ કટારીયા ચોકડી સુધી પીછો કરી માર માર્યેા
November 22, 2024 02:43 PMઓસ્ટ્રેલિયાથી રાજકોટ આવેલા યુવકનો ફાંસો ખાઈ આપઘાત
November 22, 2024 02:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech