- મુંબર એરપોર્ટ પર મલાઇકાની મહારાણી જેવી વર્તણૂકથી નેટિઝન્સ ખફા
- પાપારાઝીઓની ફેવરિટ એકટ્રેસ રોજ કોઇને કોઇ વાતે વિવાદમાં હોય છે
બોલિવૂડની ફિટનેસક્વીન મલાઇકા અરોરાનો એક વિડીયો હવે સામે આવ્યો છે. આ ક્લીપ જોયા બાદ કેટલાક લોકો તેના લૂકના જોરદાર વખાણ કરી રહ્યા છે. બીજી તરફ ટ્રોલર્સ ગેંગ ફરી એકવાર મલાઇકા અરોરાને નિશાન બનાવી રહી છે.
મલાઇકા કોઇને કોઇ કારણસર ચર્ચામાં રહે છે. પાપારાઝીઓ પણ તેની પાછળ પાછળ હોય જ છે. તેથી તેને દરરોજ ક્યાંકને ક્યાંક સ્પોટ કરવામાં આવે છે. એકંદરે જોઈએ તો મલાઇકા અરોરા પાપારાઝીની ફેવરિટ છે. હાલમાં જ મલાઈકા અરોરા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન તેણે રેડ કલરનો આઉટફિટ કેરી કર્યો હતો, જેમાં તે ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી.
ત્યારનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે મલાઈકા અરોરાના બોડીગાર્ડના હાથમાં તેની બેગ છે. આ ક્લિપમાં બોડીગાર્ડ કારમાંથી સામાન બહાર કાઢતો જોવા મળે છે, જ્યારે મલાઇકા કઈ લીધા વગર જતી રહી હતી. આ કારણે લોકો સોશિયલ મીડિયા પર મલાઈકા અરોરાને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.
મલાઈકા અરોરાને ટ્રોલ કરવામાં આવી હોય એવું પહેલીવાર નથી. દરરોજ કોઈને કોઈ કારણોસર તેમને ટ્રોલ કરવામાં આવે છે. ક્યારેક મલાઈકા અરોરાની ચાલ પર તો ક્યારેક તેના ડ્રેસિંગ ટ્રોલિંગ થતું હોય છે. મલાઈકા અરોરા હાલ બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંનેએ પોતાના સંબંધોને સાર્વજનિક કરી દીધા છે. બંનેની ઉંમરમાં તફાવત બાબતે પણ કેટલાક સવાલો ઉઠયા છે.
મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના એકાઉન્ટ પર તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે. તેની તસવીરો અને વીડિયો તેના ચાહકોને ખૂબ ગમે છે. જેના કારણે તેની પોસ્ટ પર ઢગલાબંધ લાઇક્સ અને કોમેન્ટ્સ હોય છે.
વેલેન્ટાઈન ડે નિમિત્તે અર્જુન કપૂરે મલાઈકા અરોરા માટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી હતી, જેમાં બંને ખૂબ જ રોમાન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા. આ સાથે જ મલાઈકાએ પણ વેલેન્ટાઈન ડે પર અર્જુન કપૂર માટે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅસદુદ્દીન ઓવૈસીના ઘર પર થઈ તોડફોડ, કાળી શાહી ફેકાઇ, AIMIM ચીફે અમિત શાહને પૂછ્યા સવાલ
June 27, 2024 11:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech