મલાઇકા અરોરા જાહેરમાં એક્સ હસબેન્ડ અરબાઝને ભેટી પડી

  • January 28, 2023 04:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • આજકાલ મલાઇકા-અરબાઝની સ્નેહભરી મુલાકાતોમાં થયો વધારો
  • પુત્ર અરહાનના મામલે કપલની નજદીકિયા વધી, દૂરિયા થઇ રહી છે દૂર


બોલીવૂડની હોટેસ્ટ ડિવા મલાઈકા અરોરા હંમેશા પોતાના લુક અને ડ્રેસિંગ સેન્સને લઈને ચર્ચામાં રહે છે. મલાઇકા ઘણીવાર પોતાના હોટ અંદાજથી ફેન્સને દિવાના બનાવી દે છે. તે તેની પ્રોફેશનલ લાઇફની સાથે સાથે પર્સનલ લાઇફમાં પણ ઘણી ચર્ચામાં છવાઇ રહે છે. આજકાલ તેના એક્સ હસબેન્ડ સાથેની સ્નેહભરી મુલાકાતોને કારણે તે વધુ ચર્ચામાં છે. 


એક સમય હતો જ્યારે વાત બોલીવૂડની પાવર કપલ્સની આવતી ત્યારે મલાઇકા અરોરા અને અરબાઝ ખાનનું નામ સૌથી પહેલા લેવામાં આવતું હતું. બંનેની કેમેસ્ટ્રીના ફેન્સ દિવાના હતા. બંનેના છૂટાછેડાથી તેમના પરિવાર જ નહીં પરંતુ ચાહકોને પણ આંચકો લાગ્યો હતો. અલગ થયા બાદ બંને ઘણીવાર દીકરા સાથે જોવા મળે છે. ક્યારેક તે પોતાના પુત્ર સાથે તો ક્યારેક એરપોર્ટ પર પાર્ટી કરતા જોવા મળે છે.


ભલે આ કપલે આજે પોતાના રસ્તા અલગ કરી પોત-પોતાના જીવનમાં આગળ વધી ગયું હોય. પરંતુ ફેન્સને આજે પણ પોતાના ફેવરિટ બોલિવૂડ કપલ્સને સાથે જોઈને ખુશી થાય છે. હવે જ્યારે મલાઈકા અરોરા અને અરબાઝ ખાન એકબીજાને ગળે મળવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, ત્યારે ફેન્સ હજુ પણ ઘણા ખુશ છે અને બંનેના પેરેંટિંગના વખાણ કરી રહ્યા છે.



મલાઇકા અરોરા અને અરબાઝ ખાનના ડિવોર્સને આમ તો ઘણો સમય થઇ ગયો છે. પરંતુ જ્યારે પણ તેમના પુત્ર અરહાનની વાત આવે છે ત્યારે બંને એકસાથે મજબૂતીથી ઉભેલા જોવા મળે છે. મલાઇકા અરોરા અને અરબાઝ ખાન તેમના પુત્ર અરહાન ખાન સાથે મુંબઇ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. પુત્ર અરહાનને એરપોર્ટ પર છોડવા આવેલી મલાઇકા ઇમોશનલ જોવા મળી હતી. મલાઈકા અને અરબાઝે એરપોર્ટ પર દીકરા અરહાનને ગળે લગાવ્યો હતો.

પુત્ર અરહાનને ડ્રોપ કર્યા બાદ મલાઇકા અને અરબાઝ પોત પોતાની ગાડીઓ તરફ જવા માટે નીકળ્યા હતા. પરંતુ જતા પહેલા મલાઇકાએ ઇજ્જત અને દોસ્તી ભાવ સાથે અરબાઝ ખાનને ગળે લગાવ્યો હતો. તો અરબાઝ પણ પોતાની બાહો ફેલાવી મલાઇકાને ભેટી પડ્યો હતો. ત્યાર બાદ મલાઇકા પોતાની ગાડીમાં બેસી ગઇ અને અરબાઝ ખાન પણ આગળ જતા રહ્યા હતા. મલાઇકા અને અરબાઝની આ કેમેસ્ટ્રી જોઇને સોશ્યલ મીડિયા પર તેના ખૂબ જ વખાણ થઇ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application