રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નિર્માણ પામેલ રામ મંદિરની તા.૨૨–૧–૨૦૨૪ના રોજ પુન:પ્રાણ પ્રતિા મહોત્સવ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્રારા મિશન સ્માર્ટ સીટી ટ્રસ્ટ– ચિત્રનગરીના સહયોગથી ચિત્રનગરીના કલાકારો દ્રારા શ્રીરામના મંદિર સહિત રામાયણના પાત્રો તથા પ્રસંગોના ચિત્રો કે.કે.વી.ચોક ઓવરબ્રિજના પિલર પર બનાવાશે.
તા.૨૨–૧–૨૦૨૪ની આખું ભારત દેશ રાહ જોઈ રહ્યું છે. આશરે ૫૫૦ વર્ષ પછી આ દિવસે અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિા થવા જઈ રહ્યું છે ત્યારે તા.૨૧–૧–૨૦૨૪ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્રારા મિશન સ્માર્ટ સીટી ટ્રસ્ટ– ચિત્રનગરીના સહયોગથી આ દિવસે સમગ્ર ભારતની સાથે રાજકોટ પણ સહભાગી થવા જઈ રહ્યું છે. રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ કે.કે.વી.ચોક ઓવરબ્રિજના પિલર પર ચિત્રનગરીના કલાકારો દ્રારા ભગવાન શ્રી રામના મંદિર, રામાયણના પાત્રો તથા પ્રસંગોને આવરી લેતા ચિત્રો સવારે ૯ કલાકથી સાંજે ૬ કલાક સુધી બનાવવામાં આવશે. આ પ્રોજેકટમાં કલાકારો ભગવા કપડાં પહેરી, ગળામાં જય શ્રી રામ લખેલી ખેસ તથા કપાળમાં તિલક કરી ચિત્રો બનાવશે તેમજ પૂજા હોબી સેન્ટરના ભૂલકાઓ દ્રારા સાંજે ૫ કલાકથી ૭ કલાક દરમ્યાન રામલલ્લાના પાત્રોના પહેરવેશ પહેરીને આખું વાતાવરણ ભકિતમય બનાવાશે. આ ઉપરાંત સાંજે ૭ કલાકે કલાકારોએ બનાવેલ ચિત્રો પાસે દિવડા મુકવામાં આવશે. આ પ્રોજેકટ સફળ બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા, ચિત્રનગરીના જીતુભાઈ ગોટેચા તથા તેમની ટીમ જહેમત ઉઠાવી રહી છે. સમગ્ર ભારત આ દિવસે ઉજવણી કરી રહ્યું હશે ત્યારે રાજકોટવાસીઓને પણ કે.કે.વી. ચોક ઓવરબ્રિજ ખાતે ચિત્રનગરી દ્રારા તૈયાર કરવામાં આવનાર શ્રી રામ ભગવાનના ચિત્રો નિહાળવા ઉમટી પડવા માટે ખાસ અપીલ કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech