ઓખામંડળનાં ભામાશા સ્વ. વિરમભા આશાભા માણેકની પ્રેરણા, મહાત્યાગી નેપાળીબાબાનાં આશિર્વાદથી, વિશ્વ શાંતિનાં શુભ હેતુથી ધારાસભ્ય પબુભા માણેકનું મહા આયોજન કરવામાં આવ્યું છે. કૃષ્ણની પવિત્ર કર્મ ભૂમિ ઉપર ૫૦ એકરમાં ભક્તિ, ભજન અને ભોજનનાં મહા સંયોગ છે, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણની પાવન નગરી દ્વારકા ફરી એકવાર ભારતના ધાર્મિક ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં પોતાનું નામ લખવા જઈ રહી છે. દ્વારકાના આંગણે યોજાનાર ભવ્ય ધર્મ મહાકુંભ માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નહીં, પરંતુ સમગ્ર ભારતની આધ્યાત્મિક શક્તિ, સંસ્કૃતિ, સાધના અને એકતાનું મહાન પ્રતીક બનવા જઈ રહ્યો છે.

આ ભવ્ય અને અલૌકિક ધાર્મિક મહોત્સવ અંતર્ગત દેવી ભાગવત કથા અને મહાચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારતભર તેમજ નેપાળમાંથી આવેલા ૨૧,૦૦૦ બ્રાહ્મણો દ્વારા ૫૮ કરોડ જાપ કરવામાં આવશે. આ જાપવિધિ દ્વારકાની ધરતીને આધ્યાત્મિક ઊર્જાથી પ્રફુલ્લિત કરી દેશે અને સમગ્ર વિશ્વમાં ધર્મશક્તિનું સંદેશ આપશે.
દ્વારકા: જ્યાં ધર્મ, ભક્તિ અને ઇતિહાસ એકરૂપ થાય છે, દ્વારકા માત્ર એક યાત્રાધામ નથી, પરંતુ તે ભારતની આત્માનું પ્રતિબિંબ છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણે રાજધાની સ્થાપી હતી અને ધર્મ, ન્યાય તથા માનવતાનું શાસન કર્યું હતું. એ જ દ્વારકામાં હવે ધર્મ મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે, જે દ્વારકાના વૈભવને નવી ઊંચાઈએ લઈ જશે. આ પ્રકારનું આયોજન દેશમાં અતિ દુર્લભ છે. માનવામાં આવે છે કે આટલા મોટા પ્રમાણમાં મંત્રજાપથી રાષ્ટ્ર, સમાજ અને માનવજાત માટે શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા સુનિશ્ચિત થાય છે.

અયોધ્યા, કાશી, ઋષિકેશથી પધારતા મહાન સંતો-મહંતો આ મહાકુંભમાં ભારતના ખૂણે-ખૂણેથી અનન્ય અને પ્રતિષ્ઠિત સંતો-મહંતો પધારવા જઈ રહ્યા છે. જેમાં મુખ્યત્વે મહંત દેવેન્દ્રપ્રસાદાચાર્યજી મહારાજ વિન્દુગાદ્યાચાર્ય ચક્રવર્તી, દશરથ મહેલ, અયોધ્યા મહંત શરણજી લક્ષ્મણકિલા પીઠાધીશ્વર-અયોધ્યા, મહંત જન્મેજયશરણજી મહારાજ રસિકપીઠાધીશ્વર, જાનકી ઘાટ-અયોધ્યા, મહંત અવધેશદાસજી મહારાજ બડા ભક્તમાલ-અયોધ્યા, મહંત ધર્મદાસજી નિર્વાણી અની અખાડા-અયોધ્યા, મહંત સ્વામી છવિરામદાસજી મોટા હનુમાન મંદિર-અયોધ્યા, જગદ્ગુરુ પરમહંસ આચાર્ય તપસ્વી છાવણી-અયોધ્યા, મહંત સચ્ચિદાનંદદાસજી શાસ્ત્રી મનોકામના સિદ્ધ હનુમાન પીઠ, ઋષિકેશ, મહામંડલેશ્વર સુરેન્દ્રગિરિજી વ્યાસનગર, વનારસ આ ઉપરાંત અનેક અખાડાઓના મહંતો, પીઠાધીશ્વરો અને સાધુ-સંતોની મહાઉપસ્થિતિ આ કાર્યક્રમને અદ્વિતીય બનાવશે.
રાજકીય અને પ્રશાસનિક મહાઉપસ્થિતિ આ મહાધાર્મિક કાર્યક્રમમાં માત્ર સંતો જ નહીં, પરંતુ દેશના શિર્ષ રાજકીય નેતાઓ પણ જોડાશે.

ઉપસ્થિતિમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમજ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી અને રાજ્યના તમામ મંત્રીમંડળ અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે, સાંસદ પૂનમબેન માડમ, રાજયસભાના સાંસદ પરીમલભાઇ નથવાણી સહિતના સંસદસભ્યો હાજરી આપશે.
આ ઉપસ્થિતિએ વાતનો પુરાવો છે કે ધર્મ અને સંસ્કૃતિ આજે પણ રાષ્ટ્રની એકતાનું કેન્દ્ર છે. ૧૯ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી સુધી મહાધાર્મિક ઉત્સવ ઉજવાશે. આ ધર્મ મહાકુંભમાં સતત ૧૩ દિવસ દરરોજ પૂજા, યજ્ઞ, કથા, સંકીર્તન, દરરોજ સરેરાશ ૨ લાખથી વધુ ભક્તો મહાપ્રસાદનો લાભ લેશે. મહાપ્રસાદનું આયોજન પણ એટલું જ વિશાળ અને વ્યવસ્થિત હશે.

મહાપ્રસાદ: ભક્તિ સાથે સમાનતાના આ કાર્યક્રમમાં જાતિ, ધર્મ, પ્રદેશનો કોઈ ભેદ નહીં સૌ માટે સમાન મહાપ્રસાદ સેવાભાવ અને સમર્પણનું જીવંત ઉદાહરણ દ્વારકા ફરી એકવાર વિશ્વના આધ્યાત્મિક નકશા પર આ ધર્મ મહાકુંભથી દ્વારકાની વૈશ્વિક ઓળખ વધુ મજબૂત થશે, ધાર્મિક પર્યટનમાં વધારો થશે, સ્થાનિક અર્થતંત્રને લાભ મળશે, નવી પેઢીને સંસ્કૃતિ સાથે જોડાણ મળશે.
દ્વારકાના આંગણે યોજાનાર આ ધર્મ મહાકુંભ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ ભારતની આત્માનું મહોત્સવ છે. ૫૮ કરોડ જાપ, ૨૧ હજાર બ્રાહ્મણો, ભારતભરના સંતો, રાજકીય નેતાઓ અને લાખો ભક્તોની ઉપસ્થિતિ સાથે દ્વારકા ફરી એકવાર સાબિત કરશે કે ધર્મ, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા આજે પણ ભારતની ઓળખ છે.

દેવી ભાગવત કથા: ભક્તિ અને જ્ઞાનનો સંગમ
આ મહાકુંભ દરમિયાન દેવી ભાગવત કથાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કથામાં મહામંડળેશ્વર કનકેશ્વરી માતાજીની મહિમા સાથે દેવી શક્તિ, સ્ત્રીશક્તિ, ભક્તિ અને ધર્મનું ઊંડું દર્શન કરાવવામાં આવશે.