પોરબંદરમાં પ્રેમિકાના ઘરમાં ચોરી કરવાના ગુન્હામાં પ્રેમીનો શરતી જામીન ઉપર થયો છૂટકારો

  • September 04, 2024 02:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરની સિગ્મા સ્કૂલ નજીક પ્રેમિકાએ તેના પ્રેમી સાથે મળી પોતાના જ ઘરમાં ચોરી કરાવી હતી.આ ગુન્હામાં જેલહવાલે થયેલ પ્રેમીને શરતી જામીન મળ્યા છે. 
અત્રે પ્રાપ્ત વિગત મુજબ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં એ મુજબની ફરીયાદ જાહેર થયેલી કે ફરીયાદી તેના નાના બહેનના ઘરે બેસવા માટે ગયેલા હોય અને તેઓ પોતાના ઘરે દરવાજાને તાળુ મારેલ અને તાળાની ચાવી પોતા પાસે રાખેલ હતી. ત્યારબાદ ફરીયાદી રાત્રિના મોડા તેના નાના બહેનના ઘરેથી બેસી પાછા પરત આવતા તાળુ મારેલ તે જોવા મળેલ નહી અને દરવાજાની ઉપર ખાલી આગળીયો મારેલ હતો. ત્યારબાદ અંદર જતા બન્ને સેટીના ગાદલા નીચે પડેલા હતા અને ઘરના અંદરના બીજા ‚મમાં જતા ‚મની દીવાલમાં સામસામે રાખેલ ફરીયાદી તથા ફરીયાદીના માતાના લોખંડના કબાટના દરવાજા ખુલ્લી હાલતમાં હતા અને કબાટની અંદરના કપડા વેરવિખેર હાલતમાં બહાર પડેલ હતા તથા કબાટની અંદરના ખાનાઓ ખુલ્લી હાલતમાં હતા. કબાટમાં તેઓની રહેલ સોનાની ચાર બંગડીઓ, સોનાનો એક ચેઇન, સોનાની બે વીટીઓ, ચાંદીની લગડીઓ એમ કુલ મળી આઠ તોલા દાગીના ઘરમાં કયાંય જોવા મળેલ નહી. જે મુબજની ફરીયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાતા કમલાબાગ પોલીસે ચોરીનો ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કરી આ ગુન્હાના કામે પલકબેન રાકેશભાઇ જાદવ, અને ઉદય દિલીપભાઇ જેઠવાને ધોરણસરની અટક કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા આરોપી ઉદય દિલીપભાઇ જેઠવાને જ્યુડી. કસ્ટડીમાં  મોકલી આપવામાં આવ્યા હતા. ત્યારબાદ આરોપી દ્વારા પોરબંદરના વકીલ જે.પી.ગોહેલની ઓફીસ વતી વકીલ એમ.જી. શીંગરખીયાને રોકી સેસન્સ કોર્ટમાં જામીન મુકત થવા માટે જામીન  અરજી કરવામાં આવેલી હતી. જે જામીન અરજીની સુનવણી હાથ ધરવામાં આવતા સરકારપક્ષે સરકારી વકીલ દ્વારા એવી દલીલો કરવામાં આવેલી કે આરોપીએ ગંભીર પ્રકારનો ગુન્હો આચરેલ છે, આરોપીને જામીન મુકત કરવામાં આવશે તો આરોપી ફરીથી આવા પ્રકારના ગુન્હાઓ કરશે, હાલના આરોપીને જામીન મુકત કરવામાં આવશે તો સમાજમાં મોટી છાપ ઉભી થશે, આરોપીને જામીન મુકત કરવામાં આવશે તો પ્રોસીકયુશનના કેસને નુકશાન કરશે. સાક્ષીઓને ધાક  ધમકી આપશે, જેથી જામીન મુકત ન કરવા અરજ કરેલી, ત્યારબાદ સામાપક્ષે આરોપીના વકીલ દ્વારા એવી દલીલ કરવામાં આવેલી હતી કે આરોપી સામે કોઇ પ્રાઇમાફેસી કેસ બનતો નથી. આરોપીનુ એફ.આઇ.આરમાં નામ પણ નથી. આરોપી કયાંય નાશી ભાગી જાય તેવી વ્યક્તિ નથી, આરોપી પોરબંદરના સ્થાનિક રહીશ છે તથા કોર્ટ જે કાંઇ શરતો ફરમાવશે તે તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવાની ખાત્રી આપતા હોય જેથી આરોપીને જામીન મુકત કરવા અરજ કરેલી. ત્યારબાદ બન્ને પક્ષોની દલીલો સાંભળ્યાબાદ કોર્ટ દ્વારા આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલી ધારદાર દલીલો ધ્યાને લઇ આરોપીને જામીન મુકત કરવાનો હુકમ અદાલતમાં જાહેર કર્યો હતો.
આ કામમાં આરોપીપક્ષે પોરબંદરના વકીલ જે.પી.ગોહેલની ઓફિસ તરફથી એમ.જી. શીંગરખીયા, એન.જી. જોષી, એમ.ડી.જુંગી, વી.જી. પરમાર, રાહુલ એમ. શીંગરખીયા, જિજ્ઞેશ ચાવડા, મયુર સવનીયા તથા પંકજ બી. પરમાર રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application