શહેરમાં નવા ૧૫૦ ફટ રીંગ રોડ પર અટલ સરોવર પાસે કેટલાક શખસો બાઇક પર સ્ટટં કરતા હોય અને જાહેર રોડ ઉપર આડેધડ ફટાકડા ફોડતા હોય જે અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. વાઇરલ થયેલા આ વીડિયોને યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી વીડિયોમાં નજરે પડતા આ શખસોને ઓળખી કાઢી ત્રણ શખ્સો વિદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જાણવા મળતી વિગતો મુજબ, ગઈકાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં નવા દોઢસો ફટ રીંગ રોડ પર અટલ સરોવર પાસે જાહેર રોડ પર ત્રણ શખસો જાહેર રોડ પર બાઈકમાં સ્ટટં કરતા હોય તેમ જ જાહેર રોડ ઉપર ફટાકડા ફોડતા હોય જે વીડિયો વાઇરલ થયા બાદ આ બાબતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન સ્ટાફે તપાસ શ કરી હતી. પોલીસે આ વીડિયોમાં નજરે પડતા ત્રણેય શખસોને ઓળખી કાઢા હતા.
આ મામલે હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ ઝાલાની ફરિયાદ પરથી વીડિયોમાં નજરે પડતા ત્રણેય શખસો વિજય મગનભાઈ મકવાણા, અજીત વિજયભાઈ કાણોતરા અને ગુલામહસન અમજદભાઈ પઠાણ વિદ્ધ જાહેર રોડ ઉપર બાઈકમાં સ્ટટં કરી પૂર ઝડપે વાહન ચલાવી પોતાની તથા અન્ય લોકોની જિંદગી જોખમાય તે રીતે બેદરકારીપૂર્વક વાહન ચલાવવા અંગે તેમજ આડેધડ ફટાકડા ફોડી માનવ જિંદગી જોખમાય તેવું કૃત્ય આચરવા અંગે જાહેરનામા અંગેનો ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચ કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઇની ધરપકડ
January 24, 2025 01:04 PMજામજોધપુરમાં બે જુથ વચ્ચે બબાલ: સામ સામી ફરીયાદ
January 24, 2025 01:00 PMજામનગરમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો: તાપમાન 15.5 ડીગ્રી
January 24, 2025 12:58 PMધ્રોલ નગરપાલિકાના અણઘડ વહીવટ અને થતાં અન્યાય બાબતે આપ જિલ્લા પ્રમુખ દ્વારા આવેદન
January 24, 2025 12:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech