ઘરકામ માટે આવતી યુવતિના નગ્ન ફોટા પાડી લીધા બાદ બ્લેકમેલ કરી : પંચેશ્વર ટાવર નજીક ફ્લેટમાં અને મોટા થાવરીયાના ફાર્મ હાઉસમાં કુકર્મ આચર્યુ : પોલીસે બંને સ્થળનું કર્યું પંચનામું
જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં એક ફ્લેટમાં યુવતીને ઘરકામ માટે બોલાવ્યા પછી તેણીની જાણ બહાર સ્નાન કરતા નગ્ન ફોટા પાડી લઇને તેણીને બ્લેકમેલ કયર્િ પછી ત્રણ નરાધમો દ્વારા ગેંગરેપ આચાયર્નિી ઘટના સામે આવતાં ભારે ચકચાર જાગી છે. પંચેશ્વર ટાવરના ફ્લેટમાં તથા મોટા થાવરીયાના ફાર્મ હાઉસમાં એકથી વધુ વખત ગેંગરેપ ગુજાયર્નિું સામે આવતાં પોલીસે ત્રણેયની અટકાયત કરીને વધુ પુછપરછ માટે રીમાન્ડની માંગણી કરવા સહિતની તપાસ લંબાવી છે. આ પ્રકરણમાં અન્ય કોઇની સંડોવણી છે કે કેમ એ દિશામાં તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા બંને સ્થળનું પંચનામુ કરવામાં આવ્યુ હતું.
જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં ફ્લેટ ધરાવતો હુસેન ગુલમામદ શેખ કે જેણે પોતાના મકાનમાં એક યુવતી ને ઘરકામ માટે બોલાવી હતી, ત્યારબાદ બાથરૂમમાં નહાતી સમય કોઈપણ રીતે યુવતીના નગ્ન ફોટા પાડી લીધા હતા અને વિડીયો કિલપ બનાવી હતી, જેના આધારે પોતે બ્લેકમેલ કરતો હતો, અને યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ વધુ બ્લેકમેલ કરીને પોતાના અન્ય બે સાગરીતો હમીરખાન જાફરખાન તેમજ ફૈઝલ લતીફ દરવાન બંને એ પણ યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હતું.
જે અંગેની પોલીસને જાણકારી મળતાં સિટી ડી.વાય.એસ.પી. જે.એન.ઝાલા તેમજ સીટી એ. ડિવિઝન ના પી.આઈ. એન.એ. ચાવડા કે જેઓ તાબડતોબ બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને પંચેશ્વર ટાવર વિસ્તારમાંથી ભોગ બનનાર યુવતીની ફરિયાદના આધારે આરોપીઓ હુસેન ગુલમામદ શેખ તેમજ તેના અન્ય બે સાગરીતો હમીરખાન જરવાન અને ફૈઝલ ઉર્ફે કારો લતીફ દરવાનની અટકાયત કરી લીધી હતી.
જે ત્રણેય આરોપીઓને સિટી એ. ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા, અને ત્રણેની ઘનિષ્ઠ પૂછપરછ કરતાં ભોગ બનનાર યુવતિને મોટા થાવરીયા ગામે આવેલા પોતાના ફાર્મ હાઉસમાં પણ એકથી વધુ વખત યુવતી સાથે દુષ્કર્મ ગુજારી શારીરીક શોષણ ગુજારવામાં આવ્યુ હતું. પોલીસે બંને સ્થળનું પંચનામુ કર્યું છે, ભોગ બનનાર યુવતીને તબીબી ચકાસણી માટે જી.જી. હોસ્પિટલમાં મોકલી આપી હતી. આ બનાવને લઈને જામનગર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે.
સામુહીક દુષ્કર્મના ગુનામાં પકડાયેલા આરોપીઓ પૈકીના મુખ્ય આરોપી હુસેન ગુલમામદ શેખની પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી હતી, દરમિયાન મુખ્ય સૂત્રધાર હુસેન અગાઉ હથિયાર તેમજ નશીલા પદાર્થના ગુનામાં પણ પકડાઈ ચૂક્યો છે, હાલ ત્રણેય આરોપીઓને સીટી એ.ડીવિઝન પોલીસ મથક ખાતે પોલીસ દ્વારા વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.
વધુમાં મળેલી વિગત મુજબ 21 વર્ષની ભોગ બનનાર યુવતિને બ્લેકમેલ કરીને છેલ્લા દોઢેક વર્ષથી શારીરીક શોષણ કરવામાં આવતુ હતું, પોલીસ દ્વારા પકડાયેલા નરાધમોને રીમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ચોકાવનારા બનાવમાં અન્ય કોઇની સંડોવણી છે કે કેમ એ દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech