BREAKING NEWS

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈ કુવાડવા પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો

  • April 18, 2026 11:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ : આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાન રાખીને લોક દરબારના કાર્યક્રમનું આયોજન કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં અરજદારોની અરજી બાબતે અરજદારો સાથે ચર્ચા અને પોલીસ સાથે આગામી ચૂંટણી માહોલમાં સર્જાય તે અંગે સમજ કરવામાં આવી હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, ઇન્ચાર્જ અધિક પોલીસ કમિનર હરપાલસિંહ જાડજા, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ,એસીપી વી.બી.જાડેજાની સુચનાથી આગામી સ્થાનીક સ્વરાજની ચુંટણીને ધ્યાનમાં રાખીને લોકદરબાર તેમજ લોકોમાં સાયબર જાગૃતતા, ૧૧૨ નંબર ની જાણકારી, ચોરીના ગુન્હાઓ અટકાવવા માટે સી.સી.ટી.વી. કેમેરા નાંખવા બાબતેના કાર્યક્રમનુ આયોજન કરવા સૂચના કરવામાં આવેલ જે અંતર્ગત ડીસીપી હેતલ પટેલની અધ્યક્ષતામાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં પીઆઈ વી. આર.વસાવાની હાજરીમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યુ હતું. લોક દરબારમાં અરજદારની અરજી બાબતે અરજદારો સાથે ચર્ચા કરી પોલીસ કાર્યવાહી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આગામી સ્થાનીક સ્વરાજની ચુંટણીને ધ્યાને રાખીને લોકદરબારમાં ચુંટણી સમયે પોલીસ અને વહીવટી વિભાગ સાથે સંકલનમાં રહી શાંતિ પૂર્ણ રીતે મતદાન થાય અને ચુંટણી પ્રક્રિયા પુર્ણ થાય તે બાબતે સમજ કરવામાં આવેલ તેમજ લોકોમાં સાયબર જાગૃતતા, ૧૧૨ નંબરની જાણકારી, ચોરીના ગુન્હાઓ અટકાવવા માટે સી.સી.ટી.વી. કેચેરા નાખવા બાબતેના જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત લોક દરબારમાં અરજદારોના પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News