રાજકોટ લોધિકા તાલુકા સહકારી પ્રોસેસિંગ અને માર્કેટિંગ મંડળી લિમિટેડની વર્ષ ૨૦૨૩ માટેની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ ઉમેદવારી પત્રો ૬ થી ૯ જુન સુધી મેળવી શકાશે. ૯ જુન ઉમેદવારી પત્રો ભરીને રજૂ કરવાની છેલ્લી તારીખ છે. મળેલા ઉમેદવારી પત્રોની યાદી ૬ થી ૯ જૂન સુધીમાં પ્રસિધ્ધ કરવામાં આવશે. ઉમેદવારી પત્રોની ચકાસણી ૧૨ જૂનના રોજ કરાશે. માન્ય ઉમેદવારી પત્રોની યાદી ૧૩ જુને પ્રસિદ્ધ કરાશે. ૧૪ અને ૧૫ જુન સુધીમાં ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. હરીફ ઉમેદવારોની આખરી યાદી ૧૬ જુને પ્રસિદ્ધ કરવામાં આવશે. જો મતદાન કરવાનું થશે તો ૨૬ જુને મતદાન, ૨૭ જુને મતગણત્રી અને મતદાનનું પરિણામ ૨૭ જુને જાહેર કરાશે.
આ તમામ કામગીરી કચેરી સમય દરમિયાન મામલતદાર કચેરી, રાજકોટ તાલુકા, જૂની કલેકટર કચેરી કમ્પાઉન્ડ, રાજકોટ ખાતે યોજાશે. તેમ રાજકોટ લોધીકા તાલુકા સહકારી પ્રોસેસિંગ અને માર્કેટિંગ મંડળી લિમિટેડના ચૂંટણી અધિકારી તથા રાજકોટ શહેર-૨ ના પ્રાંત અધિકારી શ્રી સંદીપકુમાર વર્માની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબેટ દ્વારકા ખાતે નવનિર્મિત અભ્યાય માતાજીના મંદિર ગેટનું લોકાર્પણ કરાયું
July 08, 2024 01:26 PMકાલાવડ પંથકમાં પવનચકકીના ટ્રાન્સફોર્મરને કરાતું લાખોનું નુકશાન
July 08, 2024 01:23 PMજામનગર શહેરમાં રીક્ષામાંથી રોકડ-મોબાઇલની ચોરી કરનારની અટક
July 08, 2024 01:18 PMજામનગરમાં વાયર-નળ ચોરીનો ભેદ ખુલ્યો : ૩ ઝબ્બે
July 08, 2024 01:13 PMદ્વારકા જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજતા પ્રભારી મંત્રી
July 08, 2024 01:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech