કાલાવડ પંથકમાં પવનચકકીના ટ્રાન્સફોર્મરને કરાતું લાખોનું નુકશાન

  • July 08, 2024 01:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડ પંથકમાં પવનચકકીના ટ્રાન્સફોર્મરને કરાતું લાખોનું નુકશાન

કાલાવડ પંથકના મોટી માટલી નાગપુર સીમ વિસ્તારમાં પવનચકીના વિસ્તારોમાં ટ્રાન્સફોર્મરમાથી ઓઇલ કાઢી લઇ વાયર સળગાવી, વાઇડીંગ ફેઇલ થઇ જતા કુલ ૬.૩૬ લાખનું નુકશાન કર્યાની અજાણ્યા શખ્સો સામે ફરીયાદ કરવામાં આવતા આ મામલે ગ્રામ્ય પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે.

મુળ પોરબંદર છાયા વિસ્તારના અને હાલ તિ‚પતી પાર્ક ખાતે રહેતા અમિતભાઇ સવજીભાઇ કદાવલા (ઉ.વ.૩૬) એ ગઇકાલે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં પવનચકકીની જગ્યામાં નુકશાન પહોચાડવા બાબતે અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવી હતી.

ગત તા. ૧૨-૬-૨૪ સાંજના સુમારે અજાણ્યા શખ્સોએ કંપનીને નુકશાન પહોચાડવાના ઇરાદે પાયોનીર કંપની હસ્તકની કાલાવડના મોટી માટલી-વ‚ડી પાટીયા પાસે અને નાગપુર સીમ વિસ્તારમાં આવેલ અલગ કંપનીઓની પવનચકકીઓની જગ્યામાં ગેરકાયદે પ્રવેશી ૬ પવનચકકીના ટ્રાન્સફોર્મરના વાલ્વ ખોલી આશરે ૧૧૦૦ લીટર ઇન્સ્યુલેશન ઓઇલ કાઢી લીધુ હતું.

ટ્રાન્સફોર્મર મળી કુલ ૬૬૦૦ લીટર જેટલુ ઓઇલ કાઢી આશરે ૨.૬૪ લાખનું નુકશાન પહોચાડયુ હતું એક પવનચકકીના ક્ધટ્રોલ‚મમાં આવેલ કેબલો નીચેના ભાગે સળગાવી આશરે ૧૨ હજારનું નુકશાન પહોચાડયુ હતું, ટ્રાન્સફોર્મરમાથી ઓઇલ કાઢી નાખવાના કારણે બે પવનચકકીના લોકેશનમાં વાઇડીંગ ફેઇલ થઇ જતા આશરે ૩.૬૦ લાખનું નુકશાન થયુ હતું.

આમ અજાણ્યા ઇસમોએ કુલ ૬.૩૬ લાખનું નુકશાન પહોચાડી ગુનો કર્યો હતો. ઉપરોકત ફરીયાદના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા અજાણ્યા ઇસમોનો શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News