રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શેરીફેરિયાઓ માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૩/૦૫/૨૦૨૬ના રોજ શ્રી મહાત્મા ગાંધી મ્યુઝિયમ, જયુબીલી ગાર્ડન પાસે પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભરનિધિ યોજના અંતર્ગત બેંક લેવલે મંજુરી માટે પેન્ડીંગ અરજીઓના નિકાલ તેમજ નવી લોન અરજીઓ માટે મદદ કરવામાં આવશે.
ભારત સરકાર દ્વારા કોવિડ-૧૯થી અસરગ્રસ્ત “શેરીફેરિયાઓ માટે પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભરનિધિ યોજના થકી તેઓની આજીવિકા પુનઃસ્થાપિત કરી શકે તે હેતુથી વર્કિંગ કેપિટલ લોન મળી રહે તે માટે માર્ચ- ૨૦૩૦ યોજના લાગુ કરવામાં આવેલ છે.
આ યોજનામાં સમગ્ર રાજકોટ શહેરના હોકર્સ ઝોન તથા શહેરના છુટાછવાયા સ્થળે ફેરી કરતા મહત્તમ શેરીફેરિયાઓને લાભ મળી રહે તે હેતુસર નવા લાભાર્થીઓ માટે લોન ફોર્મ ભરવા તથા જે લાભાર્થીઓની લોન અરજી બેંક લેવલે મંજુરી માટે પેન્ડીંગ છે તેમની અરજીઓના નિકાલ, લોન મેળવેલ ફેરિયાઓ તથા તેમના પરિવારજનોનું સામાજિક-આર્થિક પ્રોફાઇલિંગ થકી સરકારની અન્ય યોજનાઓનો લાભ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓએ મોબાઈલ (આધાર નંબર સાથે લીંક હોય તે) ઉપરાંત આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, બેંક પાસબુક, યુપીઆઈ આઈ.ડી., ઓરીઝનલ અને ઝેરોક્ષ નકલ સાથે તા.૧૩/૦૫/૨૦૨૬ના રોજ શ્રી મહાત્મા ગાંધી મ્યુઝિયમ, જયુબીલી ગાર્ડન પાસે રાજકોટ ખાતે સવારે ૧૦:૦૦ થી સાંજે ૫.૦૦ કલાક સુધી આ યોજનામાં પેન્ડીંગ રહેલ અરજીઓ મંજુર થાય તે માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન બેંકના અધિકારી પણ સ્થળ ખાતે હાજર રહેશે તેમજ નવી અરજી કરવા ઈચ્છતા લાભાર્થીઓ માટે સ્થળ પર જ નવી એપ્લીકેશન કરવામાં આવશે. આ યોજનાનો લાભ મહતમ ફેરિયાઓને મળી રહે તે માટે આયોજન કરવામાં આવેલ છે. આ યોજનાના લાભથી વંચિત રહેલ ફેરીયાઓને લાભ લેવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application