રાજકોટ શહેરમાં દારૂના ધંધાથી બુટલેગરો પર દરોડા પાડવા પોલીસ કમિશનરે કરેલા આદેશના પગલે શહેર પીસીબી બ્રાન્ચના પીઆઇની સૂચનાથી ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળી હતી તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના ગોંડલ રોડ ચોકડી નજીક સર્વિસ રોડ પર મધ્યપ્રદેશથી આવતી પરી ટ્રાવેલ્સ નામની ખાનગી બસને અટકાવી ડેકીની તલાસી લેતા 3.29 લાખની કિંમતનો 1056 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ડ્રાઇવર ક્લીનરની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેર પીસીબી બ્રાંચના પીઆઈ એમ આર ગોંડલીયાની સૂચનાથી પીઆઇ એમ જે હુંણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ પીબી ત્રાજિયા અને ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળ્યા હતા, તે દરમિયાન પીસીબીના કિરતસિંહ ઝાલા અને વાલજીભાઈ જાડાને મળેલ બાતમીના આધારે ગોંડલ રોડ ચોકડી શિવ શક્તિ હોટલ નજીક પરી ટ્રાવેલ્સની બસ ને અટકાવી હતી.
બસ એમપી 09 એફ એ 9995ની તલાસી લેતા ડેકી માંથી વિદેશી દારૂ બોટલ નંગ 1056 કિંમત રૂપિયા 3,29, 472નો દારૂ મળી આવતા બસના ચાલક વિજય વિક્રમસિંહ હઠીલા ઉમર 27 રહે કુશલપુરા એમપી તેમજ ફિરોજ અહેમદ અગ્વાન ઉંમર 32 રહે મંછાનગર રાજકોટ મૂળ વરતેજ વાળાને ઝડપી મુસાફરોને અન્ય વાહનમાં રવાના કરાવી બસ તેમજ દારૂ સહિત કુલ 18, 29, 472ના મુદ્દા માલ સાથે બંનેની ધરપકડ કરી હતી.
આ અંગેની કામગીરીમાં પીઆઇ એમ આર ગોંડલીયા, પીઆઇ એમ.જે હુંણ, પીએસઆઇ પીબી ત્રાજિયા, રાઇટર વિરેન્દ્રસિંહ જાડેજા, સંતોષભાઈ મોરી, દેવરાજભાઈ કલોતરા, હરદેવસિંહ રાઠોડ, કિરીતસિંહ, રાહુલગીરી, કરણ મારુ કુલદીપ સિંહ જાડેજા વાલજીભાઈ જાડા નગીનભાઈ ડાંગર હિરેન સોલંકી હિરેન્દ્ર પરમાર સહિતની ટીમ જોડાઈ હતી.