તમિલનાડુમાં અતિ ભારે વરસાદના કારણે જીવન ખોરવાયું: શાળાઓમાં રજા જાહેર

  • November 23, 2023 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તમિલનાડુના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ચાલુ રહેતાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. રાજ્યમાં સતત ભારે વરસાદને કારણે, જિલ્લા કલેક્ટરે તેનકાસી, વિરુથુનગર, પુધુકોટ્ટાઈ, નીલગિરી, થેની, થિરુનેલવેલી, ક્ધયાકુમારી અને થૂથુકુડી સહિત આઠ જિલ્લાઓમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં રજા જાહેર કરી હતી.નીચાણ વાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હોવાથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.

પ્રાદેશિક ચેન્નાઈ હવામાન વિભાગે નીલગિરિસ, કોઈમ્બતુર, થેની, ડિંડીગુલ, શિવગંગાઈ અને પુડુકોટ્ટાઈ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, કાંચીપુરમ, રાનીપેટ્ટાઈ, વેલ્લોર, તિરુપત્તુર અને તિરુવન્નામલાઈ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદ સાથે વાવાઝોડાની સંભાવના છે.
હવામાન વિભાગે સોમવારે તામિલનાડુમાં 22 નવેમ્બર અને 23 નવેમ્બર માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું હતું. તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ માટે ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application