ગેરકાયદે બાંધકામ મળે તો આર્કિટેકટનું લાઇસન્સ સસ્પેન્ડ: કમિશનરનો આદેશ

  • April 02, 2024 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભા ચૂંટણીની આચારસંહિતાના કારણે રાજકોટ મહાનગરપાલિકા તત્રં દ્રારા કોઇ નીતિ વિષયક કે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી ન હોય શહેરમાં ગેરકાયદે બાંધકામો કરનારાઓ સોળે કળાએ ખીલી ઉઠા છે અને પોશથી લઇને પછાત વિસ્તારોમાં બેફામ ગેરકાયદે બાંધકામો શ થઇ ગયા છે. દરમિયાન વોર્ડ નં.૨માં આવેલી એક પોશ સોસાયટીમાં કમ્પ્લીશન સર્ટીફીકેટ અપાઇ ગયા બાદ વધારાનું ગેરકાયદે બાંધકામ થઇ રહ્યાનું બહાર આવતાં તેમજ આ સમગ્ર મામલો મ્યુનિસિપલ કમિશનર સુધી ફરિયાદ સ્વપે પહોંચતા કમિશનર કાળઝાળ થઇ ગયા હતા અને ટાઉન પ્લાનિંગ બ્રાન્ચને એવો કડક આદેશ જારી કર્યેા હતો કે કોઇ પણ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ થતું ઝડપાય તો તાત્કાલિક અસરથી આર્કિટેકટનું લાઇસન્સ સસ્પેન્ડ કરો.

શહેરના વિવિધ વિસ્તારોમાં થતા ગેરકાયદે બાંધકામોના કિસ્સામાં ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ સુધી ફરિયાદો પહોંચે ત્યારે નિયમ અનુસાર ૨૬૦ (૧) અને ૨૬૦ (૨)ની નોટિસ ફટકારવામાં આવે છે ત્યારબાદ જર જણાયે બાંધકામ સામે મનાઈ હત્પકમ પણ જારી કરવામાં આવે છે. જો કે નોટિસની બજવણી બાદ ડિમોલિશન સહિતની કોઈ કામગીરી થતી ન હોય દબાણકર્તાઓ બેફામ બન્યાનું ચિત્ર ઉપસ્યું છે. શહેરમાં છેલ્લા એક પખવાડિયામાં અનેક ગેરકાયદે બાંધકામો ખડકાઈ ગયા હોવાની ફરિયાદો વોર્ડવાઇઝ ઉઠવા પામી છે. આચાર સંહિતાના કારણે ડિમોલિશન બધં કરી દેવામાં આવ્યા હોય ગેરકાયદે દબાણો અને બાંધકામો કરનાર તત્વોને મોકળું મેદાન મળી ગયું છે. મ્યુનિસિપલ કમિશનર એ ટાઉન પ્લાનિંગ બ્રાન્ચને જે આદેશ કર્યેા છે વાસ્તવમાં તેવો નિયમ અસ્તિત્વમાં છે જ પરંતુ તે નિયમનું પાલન થતું ન હોય કમિશનર કક્ષાએથી આદેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. શહેરમાં કોઇ પણ સ્થળે કમ્પ્લીશન સર્ટિફિકેટ મળ્યા બાદ વધારાનું બાંધકામ કરાતું હોય તો તે ગેરકાયદેસર જ ગણાય અને તે માટે આર્કિટેકટ અને ટાઉન પ્લાનિંગ બ્રાન્ચની જવાબદારી નિશ્ચિત થાય છે. ટાઉન પ્લાનિંગ બ્રાન્ચની વિજિલન્સ ટીમ ખરેખર ચેકિંગમાં નીકળે છે કે નહીં ? અને જો ચેકિંગમાં નીકળતી હોય તો નોટિસો આપવા સિવાયની કોઈ કામગીરી કરે છે કે નહીં ? તે બાબત પણ તપાસનો વિષય બની ગઈ છે.
રૈયા રોડ ઉપરાંત શહેરના કેનાલ રોડ, ગુંદાવાડી, લમીવાડી, જિલ્લા ગાર્ડન ચોક વિસ્તાર, તેમજ જૂના રાજકોટના વિસ્તારો જેમાં ધર્મેન્દ્ર રોડ અને તેને લાગુ કડિયા નવલાઇન, ઘી કાંટા રોડ, રૈયા રોડ ઉપર ચુડાસમા પ્લોટ, સુભાષનગર, યાજ્ઞિક રોડને લાગુ જૂનું જાગનાથ, સરદાર નગર, કિસાનપરા, શકિત કોલોની, યુનિવર્સિટી રોડ પંચાયત નગર ચોક, કોઠારીયા રોડ, રેલનગર અને મોરબી રોડ સહિતના વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામોનો તમાટ ચાલી રહ્યો હોવાની ફરિયાદો તત્રં સુધી પહોંચી હોવાનું જાણવા મળે છે. ફરિયાદોનું પ્રમાણ વધતાં આચારસંહિતા વચ્ચે પણ ડિમોલિશનનો દોર શ થાય તો નવાઈ પામવા જેવું રહેશે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application