ગુજરાત રાયની ૧૦ જિલ્લ ાની ૧૧૦ સરકારી શાળામાં ધોરણ ૬ થી ૮ ના ૮૨૦૦ વિધાર્થીઓને આ મહિનાથી અહિંસા કેળવણી શ કરવામાં આવશે જેમાં અમદાવાદના દસ્ક્રોઇ તાલુકો ગાંધીનગર મહેસાણા નો વિજાપુર તાલુકો સુરત ડાંગ વલસાડ રાજકોટ શહેર ભાવનગર મોરબી અને કચ્છ જિલ્લ ાની શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે
જેમાં વિધાર્થીઓને ૭૦ ટકા પ્રવૃત્તિલક્ષી અને ૩૦% થીયરીટીકલ તાલીમનું પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. એકવીસમી સદીના હાઈટેક યુગમાં માનવી દિન પ્રતદિન સ્વાર્થી, સંકુચિત અને સ્વકેન્દ્રી બની રહ્યો છે. આવી પરિસ્થિતિમાં માનવીમાનવી વચ્ચે હિંસા, કિન્નાખોરી, રાગ–દ્રેષ આધારિત પ્રવૃત્તિઓનું પ્રમાણ સવિશેષ વધી રહ્યું છે, જેના કારણે સમાજ–દેશ અને દુનિયામાં નકારાત્મકતા વધી રહી છે. આ બાબતને કેન્દ્રમાં સાબરમતી ગાંધી આશ્રમ અને સીઈઈના સંયુકત ઉપક્રમે રાયના અમદાવાદ સહિત ૧૦ જિલ્લ ાની ૧૧૦પ્રાથમિક શાળામાં ધોરણ ૬થી ૮ના ૮૨૦૦ વિધાર્થીને આ મહિનાથી જ અહિંસાની પાઠશાળા'નો પ્રારભં થશે. રાયના શિક્ષણ વિભાગની ઔપચારિક મંજૂરી બાદ અહિંસાને લગતી વિવિધ ૨૪ પ્રકારની પ્રવૃત્તિઓનું પ્રશિક્ષણ અપાશે.
આપણી આસપાસ સમાજથી માંડીને વૈશ્વિક સ્તરે જોવા મળતી હિંસાના વ્યાપ વચ્ચે ૨૧મી સદીમાં પણ આવશ્યક ગુણ, મૂલ્ય, સંસ્કાર તરીકે બાળકોમાં અહિંસાની કેળવણી થાય તેવા વ્યાપક પ્રયાસોની આવશ્યકતા છે. આ બાબતને કેન્દ્રમાં રાખીને સપ્ટેમ્બરના છેલ્લ ા સાહથી ત્રણ વર્ષ માટે રાયના કાર્યક્રમને આગળ ધપાવવામાં આવશે.
આ અભ્યાસક્રમમાં ૨૪ જેટલા ચેપ્ટર નો સમાવેશ કરવામાં આવ્યો છે હિંસા શું છે? હિંસા ને ઓળખીએ ચહેરો અને મુખવટો પૂર્વગ્રહ માન્યતા કે મૂલ્યો સહાનુભૂતિ વિવિધતામાં એકતા આખં મિચામણા સ્વાર્થ અને વિશ્વાસ હકીકતને મંતવ્ય ઝઘડાનો ઉકેલ સમય સૂચકતા સ્વીકાર આવકાર અવલોકન મારી કલ્પના નું વિશ્વ એક જ લય ટાઈમ પ્લીઝ તમે પણ સાચા હોઈ શકો વહેંચણી વગેરે બાબતોને આવરી લેવામાં આવી છે.આ ઉપરાંત પ્રાથમિક શાળાના વિધાર્થીઓમાં અહિંસાના સંસ્કાર આત્મસાત કરવા માટે થઈને ગાંધીજીના ૧૧ વ્રત શીખવાડવામાં આવશે જેમાં સત્ય અહિંસા ચોરી જેવી બાબતોને કેન્દ્રસ્થાને રાખવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાનો ચીન પર ટેરિફનો સપાટો: 104% ટેરિફ લાગુ, વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા
April 08, 2025 10:40 PMઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMગુજરાત પોલીસમાં બદલીઓનો દોર યથાવત, 182 PSIની બદલીના આદેશ
April 08, 2025 09:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech