ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાયની ચૂંટણીઓને લઈને વહીવટી તત્રં સ બન્યું છે. મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લ ા–તાલુકા પંચાયતોની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાયના પોલીસ વિભાગ દ્રારા સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાયના પોલીસ વડા દ્રારા તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાય પોલીસના વહીવટી વડા ગગનદીપ ગંભીર દ્રારા આ અંગેનો સત્તાવાર પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી ડીજીપી ઓફિસ દ્રારા આ કડક આદેશ અપાયો છે. રજા પર ઉતરેલા કર્મચારીઓ અને અધિકારીઓને પણ તાકીદે ફરજ પર હાજર થવા સૂચના આપવામાં આવી છે. આદેશમાં સ્પષ્ટ્રપણે જણાવાયું છે કે, જે કર્મચારીઓ ફરજ પર હાજર નહીં રહે તેમની સામે કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. માત્ર પોલીસ જ નહીં, પરંતુ રાયની તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લ ા અને તાલુકા પંચાયતના કર્મચારીઓ માટે પણ રજાના નિયમો કડક કરવામાં આવ્યા છે. અનિવાર્ય કારણો વગર કોઈને રજા આપવામાં આવશે નહીં. વર્ગ–૩ અને વર્ગ–૪ ના કર્મચારીઓએ અતિ ગંભીર સંજોગોમાં રજાની જર હોય તો જિલ્લ ા ચૂંટણી અધિકારી પાસેથી પૂર્વ મંજૂરી મેળવવી પડશે. વર્ગ–૧ અને વર્ગ–૨ ના અધિકારીઓએ રજા મેળવવા માટે રાય ચૂંટણી આયોગની મંજૂરી લેવી ફરજિયાત રહેશે. રાયમાં હાલમાં ઉમેદવારોના નામો જાહેર થઈ ચૂકયા છે અને ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે સમગ્ર સરકારી તત્રં ૨૪ કલાક એલર્ટ મોડ પર રહેશે..