BREAKING NEWS

રાજકોટમાં કોર્ટના પાર્કિંગમાં જ વકીલે પત્નીને ઢીબી નાખી, મારી નાખવાની ધમકી આપી; સમાધાન કરવા કોર્ટે બોલાવી માર માર્યો

  • July 02, 2026 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં કોર્ટ સંકુલમાં જ વકીલે પત્નીને ઢીકાપાટુનો માર મારી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. શીમલા ફરવા ગયા હતા ત્યારે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થયાં બાદ પરિણીતાને શીમલામાં એકલી મૂકી પતિ રાજકોટ પરત આવી ગયો હતો. બાદ સમાધાન માટે કોર્ટે બોલાવી માર માર્યો હતો.

રેલનગરમાં જાડેજા ચોક નજીક ભાડાના મકાનમાં રહેતી 29 વર્ષીય પરિણીતા શિતલબેન પાટડીયાએ પતિ દીપેશભાઈ નવનીતભાઈ પાટડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તે છેલ્લા અઢી માસથી પતિ સાથે રહે છે. પતિ વકીલ તરીકે પ્રેક્ટિસ કરે છે. પંદર દીવસ પહેલા પતિ- પત્ની શિમલા તથા મનાલી ફરવા ગયા હતાં. જયા બોલાચાલી થઇ હતી. જેથી પતિ તેણીને શિમલા ખાતે એકલી મુકી રાજકોટ પરત આવી ગયો હતો. બાદ તા ૨૫/૦૬/૨૦૨૬ ના સવારના દશેક વાગ્યે પરિણીતા ઘરે પરત આવી હતી. બાદ પતિ રાજલક્ષી સોસાયટી શેરી નં-૪, મોરબી રોડ, રાજકોટ ખાતે રહે છે.


પરિણીતાએ જણાવ્યું હતું કે, તા. ૦૧/૦૭/૨૦૨૬ ના બપોરના સાડા ત્રણ વાગ્યાની આસપાસ પતીએ વોટસએપ કોલ કરી કહ્યું હતું કે, આપણી વચ્ચે શીમલા ખાતે થયેલી બોલાચાલી-ઝગડાનું સમાધાન કરી નાખીએ અને બન્ને પતિ-પત્ની સાથે રહીએ. જે બાબતે વાતચીત કરવાં પતિએ નવી કોર્ટ, રાજકોટ ખાતે બોલાવી હતી. જેથી પરિણીતા પતિને મળવા કોર્ટ ખાતે ગઇ હતી. બન્ને કોર્ટના પાર્કીંગમા વાતચીત કરતા હતા. ત્યારે મારા પતિ તેના ફોનમાં વિડીયો ઉતારતા હતા. જેથી પરિણીતાએ પણ ફોનમાં વિડીયો ઉતારવાનુ ચાલુ કરતા પતિ ઉશ્કેરાય જઇ ગાળો આપવા લાગ્યો હતો. બાદ મારે કામ છે તેમ કહી ત્યાથી પોતાનુ મોટર સાઈકલ લઈને જતો હતો. જેથી પરિણીતાએ મોટરસાઈકલમાંથી ચાવી કાઢી લેતા મારા પતિએ ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો. જેથી રાડારાડી થતા માણસો ભેગા થઈ જતા પરિણીતાને વધુ મારમાથી બચાવી હતી. બાદ જો તું મારા કે મારા પરિવાર વિરુધ્ધ ફરીયાદ કરીશ તો હું તારા ટાંટીયા ભાંગી નાખીશ અને જાનથી મારી નાખીશ તેમ કહી પતિ જતો રહેલ હતો. પરિણીતાને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે દાખલ થઇ હતી. બાદ મહિલાએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application