જેતપુરમાં જૂની હાજી દાઉદ હોસ્પિટલમાં મદરેસા બનાવનાર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો

  • August 28, 2023 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુર શહેરના ધોરાજી રોડ પર આવેલ હાજી દાઉદ હોસ્પિટલ ટ્રસ્ટના ખુલ્લા મેદાનમાં ગેરકાયદેસર દબાણ કરી મદરેસા બનાવનાર શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ હતી.શહેરના ધોરાજી રોડ પર આવેલ હાજી દાઉદ હોસ્પિટલ ટ્રસ્ટના કેરટેકર યુસુફભાઈ દલવાણીએ સીટી પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગની એક ફરીયાદ નોંધાવી હતી. જેમાં તેઓ વર્ષ ૧૯૯૨થી હાજી દાઉદ હોસ્પિટલ ટ્રસ્ટનું કુલમુખત્યાર નામું ટ્રસ્ટીઓએ તેઓને લખી આપ્યું હોવાથી તેઓ આ ખૂબ કિંમતી જમીનની દેખરેખ કરી રહ્યા છે. આ જમીન બાબતે શ્રી સરકાર અને ટ્રસ્ટીઓ વચ્ચે સ્પેશિયલ સીવીલ એપ્લિકેશન હાઈકોર્ટમાં વર્ષ ૨૦૧૧થી પેન્ડિંગ હોવાથી વર્ષ ૨૦૧૩માં હાઇકોર્ટ યથાસ્થિતિ જાળવી રાખવા હુકમ કરેલ હતો.ત્યારથી આ જમીન ખુલ્લું મેદાન તરીકે અસ્તિત્વમાં છે. પરંતુ તેમાં ચાર શખ્સો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ. જે અંગે કલેક્ટરમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ આ ચારેય દબાણ કરતા સામે અરજી કરતા ચારમાંથી ત્રણ શખ્સોએ કબ્જો છોડી દીધો હતો. જ્યારે નાઝીમ હબીબ પાલેજા નામના શખ્સે ૩૦૦ વાર જેટલી જમીન પર ફેન્સિંગ કરી તેમાં એક મદરેસા શરૂ કરી દીધી હતી. જે અંગે યુસુફભાઈએ લેન્ડ કમિટીમાં રજુઆત કરતા આ કમિટી દ્વારા લેન્ડ ગ્રેબિંગનો હુકમ કરતાં. યુસુફભાઈ દ્વારા નાઝીમ પાલેજા સામે જમીન પચાવી પાડવા પ્રતિબંધિત અધિનિયમની કલમ ૩, ૪ (૩), ૫ (ગ) હેઠળ સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application